“જીફા” (GIFA)ના પ્રેસિડેન્ટ હેતલ ઠક્કર દ્વારા મુંબઈ ખાતે આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના નારાયણી કલબ ખાતે આગામી 28 ફેબ્રુઆરીએ જાજરમાન રીતે ગુજરાતી મનોરંજનનો જાણીતો એવોર્ડ સમારંભ “જીફા” (GIFA) યોજાવા જઇ રહ્યો છે તે પહેલાં જ 31 જાન્યુઆરીના રોજ મુંબઈ ખાતે ટાયકોન મેગેઝીન દ્વારા ફિલ્મફેર મીડલઇસ્ટના સહયોગથી ગુજરાતની શ્રેષ્ઠ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ તરીકે ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ “જીફા”ને એવોર્ડ આપી નવાજવામાં આવ્યો છે.
“જીફા” ના પ્રેસિડેન્ટ હેતલ ઠક્કર દ્વારા મુંબઈ ખાતે આ એવોર્ડ સ્વીકારી જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાતી મનોરંજન જગત અને બીજા ઘણા નામી અનામી ચહેરાઓની હાજરીમાં આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવશે અને ખાત્રી આપી હતી કે વર્ષો વર્ષ આ પરંપરા જળવાતી રહેશે.
અવિરત મનોરંજન પીરસવામાં “જીફા” હંમેશા અગ્રેસર રહ્યું છે અને મનોરંજન જગતના કલાકાર કસબીઓને તેમના કરેલા કાર્ય માટે યોગ્ય સરાહના અને માન મળી રહે તે હેતુ સાર્થક કરવાનો પ્રયત્ન “જીફા” દ્વારા થઈ રહ્યો છે.