અમદાવાદ,તા.૧૬
ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લૉકડાઉનને કારણે ૬૦ ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ ૪૦ ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લૉકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી ૧૮મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહ્યા છે. એ જાેઈને સરકાર પણ ૧૮મી પછી નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.
બીજી બાજુ સરકારે એવો સંકેત આપ્યો છે કે, રાજ્યમાં ધંધા-રોજગારને લઈને આગામી દિવસોમાં કેટલાક મહત્ત્વના ર્નિણય કરવામાં આવશે, ૧૮મી મે સુધી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપાર-ધંધા રોજગારને કેટલી છૂટછાટ આપવી એ અંગેનો ર્નિણય કરવામાં આવશે. નાના વેપારીઓએ ધંધા-રોજગાર શરૂ કરવા માટે રજૂઆતો કરી છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ ર્નિણય કરવામાં આવશે.
ગુજરાતનાં વિવિધ શહેરોમાં વેપારીઓ હવે લૉકડાઉન નહીં લંબાવવાની માગ કરી રહ્યા છે. અન્યથા સવિનય કાનૂન ભંગની ચેતવણી પણ આપવા લાગ્યા છે. વેપારીઓની દલીલ છે કે નિયંત્રણોમાં પણ ૬૦ ટકા વેપાર-ધંધાને છૂટછાટ છે. માત્ર ૪૦ ટકા બંધ છે. અધકચરા લૉકડાઉનનો કોઈ અર્થ નથી. કોરોના ચેન તોડવી જ હોય તો સંપૂર્ણ લૉકડાઉન લાદી દો અથવા તમામ વેપાર-ધંધાઓને છૂટછાટો આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here