સુરત,તા.૭
માનવી અને શ્વાનની મિત્રતા સૌથી અનોખી હોય છે. શ્વાનની પોતાના માલિક પ્રત્યેની લાગણી ખાસ હોય છે. આ અનોખો સંબંધ કશુ બોલ્યા વિના પણ ઘણું કહી જાય છે. આવું જ એક હ્યદયસ્પર્શી ઉદાહરણ સુરતમાં જાેવા મળ્યું. સુરતના પીયૂષ વર્ષા સાધ્વીએ ૧૦૦ વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. પણ કોરોના પ્રોટોકોલના કારણે અમુક લોકોએ તેમના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો. તેમની સ્મશાન સુધી એક પાલખી યાત્રા નિકળી હતી. જેમાં એક શ્વાને પણ ભાગ લીધો.
લોકો અનુસાર, સાધ્વી મહારાજ જ્યારે પણ નિકળતા તે શ્વાનને ભોજન કરાવતા હતા. જેવી પાલખી યાત્રા શરૂ થઇ શ્વાન પણ લોકો સાથે ચાલવા લાગ્યો. સ્મશાન સુધી લગભગ ૫ કિલોમીટર શ્વાન પાલખીની નીચે ચાલતો રહ્યો. અન્ય લોકો પણ ચુપચાપ ચાલતા રહ્યા. શ્વાન કોઈપણ પ્રકારના અડચણ વિના સાધ્વી મહારાજના અંતિમ યાત્રામાં સાથે ચાલતો રહ્યો. એટલું જ નહીં શ્વાન સ્મશાનમાં અંતિમ સંસ્કાર થવા સુધી ત્યાં જ રહ્યો. ત્યાર બાદ લોકો શ્વાનને તેમની સાથે લઇ ગયા, જ્યાં સાધ્વી શ્વાનને જમાડતા હતા.
શ્વાનની આ લાગણીસ્પર્શી સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો આ તસવીર શેર કરી શ્વાનની વફાદારીની પ્રસંશા કરી રહ્યા છે. જાે કે, અમુક લોકો હવે એ વાતથી ચિંતિત છે કે હવે આ શ્વાનની સંભાળ કોણ રાખશે. તેને જમાડશે કોણ. તો અમુક લોકોએ કહ્યું કે, તેમને આશા છે કે આસપાસના લોકો શ્વાનનું ધ્યાન જરૂર રાખશે. જણાવીએ કે, જ્યારે શરૂઆતમાં શ્વાન પાલખીની નીચે આવ્યો તો લોકોને આશ્ચર્ય થયું કે આ શા માટે અહીંયા ચાલવા લાગ્યો, માટે લોકોએ તેને હટાવાનો પ્રયાસ કર્યો. પણ શ્વાન ફરી પાલખીની નીચે આવીને ચાલવા લાગ્યો. વેસુથી ઉમરા સ્મશાન સુધી શ્વાન સતત ૫ કિમી કોઇપણ પ્રકારની મુશ્કેલી ઊભી કર્યા વિના ચાલતો રહ્યો. જ્યારે અંતિમ સંસ્કાર થઇ ગયું તો લોકોને થયું કે શ્વાન ફરી કઇ રીતે ૫ કિમી સુધી વેસુ પહોંચશે. તો લોકો તેને પોતાની કારમાં લઇ ગયા અને શ્વાનને તેની અસલ જગ્યા પર છોડી દીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here