મારી પત્ની સ્ત્રી નહીં પણ એક પુરુષ છે : ગ્વાલિયરનો યુવક

0

મધ્યપ્રદેશ હાઈકોર્ટના જવાબથી સંતોષ ન થતા યુવક સુપ્રિમ કોર્ટ પહોંચ્યો

નવીદિલ્હી,
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પતિ-પત્નીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીથી છુટકારો મેળવવા પતિ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે તેની પત્ની એક પુરુષ છે. તેનો પ્રાઈવેટ પાર્ટ પુરુષનો છે. પતિએ આરોપ લગાવ્યો છે કે સાસરિયાઓએ તેની સાથે છેતરપિંડી કરી તેના લગ્ન કરાવ્યા હતા. હું તેની સાથે રહી શકતો નથી. પતિએ સુપ્રીમ કોર્ટ પાસે માગ કરી છે કે સસરા અને પત્ની વિરુદ્ધ કાનૂની કેસ શરૂ કરવામાં આવે. કહેવાય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલે વિચાર કરવાની મંજૂરી આપી દીધી છે. પતિના વકીલે તેના સસરા, પત્ની અને મધ્યપ્રદેશ પોલીસને નોટિસ પાઠવી છે. દોઢ મહિનામાં તમામ પક્ષકારો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા પતિએ આ મામલો હાઈકોર્ટમાં ઉઠાવ્યો હતો. તે સમયે હાઈકોર્ટે પણ જૂન ૨૦૨૧માં ર્નિણય આપ્યો હતો. જ્યારે પતિને આ ર્નિણયથી સંતોષ ન થયો તો તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. આ કેસમાં એક વકીલે કહ્યું કે મેડિકલમાંથી પૂરા પુરાવા છે કે પત્નીને મહિલા કહી શકાય નહીં. શખ્સે કોર્ટમાં રજૂ કરેલા મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેની પત્નીનો પ્રાઈવેટ પાર્ટ પુરુષનો હતો. તેમના વકીલનું કહેવું છે કે આ ગુનો આઈપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) હેઠળનો ગુનો છે. યુવક સાથે લગ્ન કરીને છેતરપિંડી કરવામાં આવી છે. મહિલા તેના પ્રાઈવેટ પાર્ટ વિશે જાણતી હતી. અગાઉ મે ૨૦૧૯માં ગ્વાલિયરના મેજિસ્ટ્રેટે પત્ની સામે છેતરપિંડી કરવાના આરોપની નોંધ લીધી હતી.

લગ્ન ૨૦૧૬માં થયા હતા. પતિએ કહ્યું હતું કે પત્નીને પુરૂષ ગુપ્તાંગ છે, તેથી તે શારીરિક રીતે ઈન્ટિમેટ થવામાં અસમર્થ છે. ઓગસ્ટ ૨૦૧૭માં પીડિત પતિએ પત્ની અને તેના પિતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે મેજિસ્ટ્રેટને અરજી કરી હતી. અહીં પત્નીએ પતિ વિરુદ્ધ ૪૯૮છ (ક્રૂરતા) હેઠળ કેસ પણ દાખલ કર્યો છે. અરજદારના આ બીજા લગ્ન છે. પ્રથમ પત્ની બિમારીથી મૃત્યુ પામી હતી. તેમને પ્રથમ પત્નીથી બે બાળકો છે. બાળકોની સંભાળ રાખવા માટે તેણે બીજા લગ્ન કર્યા હતા. પહેલી પત્નીના પિતા આ સંબંધ લઈને આવ્યા હતા, પરંતુ લગ્ન પછી ખબર પડી કે વ્યક્તિએ જે બીજી વાર લગ્ન કર્યા છે તે સ્ત્રી નહીં પણ પુરુષ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here