ન્યુ દિલ્હી, તા.૧૮
કોરોના વાયરસે સમગ્ર માનવજાતને તોડી નાંખી છે. આખી દુનિયા આ ખતરનાક બીમારી સામે લડી રહ્યું છે. લોકો પોતાને બચાવવા માટે દરેક શકય કોશિશમાં લાગી ગયા છે. તો સમાજમાં એવા કેટલાંય લોકો પણ છે જે અત્યારે કોરોના સંક્રમણથી પીડિત દર્દીઓને નવું જીવતદન આપવા માટે આગળ આવી રહ્યા છે.
અકીલ નામના યુવકે રમઝાનના પાક મહિનાના પહેલા રોઝાને તોડીને માનવતાનો ધર્મ નિભાવ્યો છે. વાત એમ છે કે અકીલે બે મહિલાઓને જીવતદાન આપવા માટે રોઝા તોડ્યા. અત્યાર સુધીમાં ૧૨ વખત બ્લડ અને ૩ વખત કોરોના પીડિત ગંભીર દર્દીઓ માટે પોતાના પ્લાઝમા દાન કર્યા છે.
કોરોના પીડિત ગંભીર દર્દીઓને પ્લાઝમાની જરૂર છે. ઉદયપુરમાં દાખલ એક દર્દીને છ પ્લાઝમાની જરૂર હતી અને કોઇપણ બ્લડ બેન્કમાંથી છ પ્લાઝમા ઉપલબ્ધ નહોતા. જ્યારે તેની માહિતી રમઝાનના રોઝા રાખનાર અકીલ મંસૂરીને મળી તો તેમણે પોતાનો એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો.
એન્ટીબોડી પોઝિટિવ આવવા પર તેમને ખબર પડી કે ભૂખ્યા પેટે પ્લાઝમા ડોનેટ કરી શકાય નહીં તો અકીલે અલ્લાહની માફી માંગીને પોતાના રોઝા તોડ્યા અને કોરોના સંક્રમણથી ઝઝૂમી રહેલા દર્દીને પ્લાઝમા દાન કર્યાં.
રમઝાનમાં રોઝા રાખનાર અકીલનું કહેવું છે કે અલ્લાહની સાચી ઇબાદત કોઇની સેવા કરવાનું છે અને તેમને જ્યારે સેવાની તક મળી તેના માટે પોતાના રોઝા તોડવાનો પણ કોઇ ગમ નથી. અકીલે ઉપરવાળાનો આભાર વ્યકત કર્યો અને આગળ પણ આ પ્રકારની સેવા કરવા માટે આગળ આવવાની વાત કહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here