માતાની હત્યા કરી શરીરના અંગો ખાઇ જનાર નરાધમ પુત્રને કોર્ટે ફાંસીની સજા ફટકારી

0

મુંબઇ,
૨૦૧૭માં પોતાની માતાની ર્નિદયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતી વખતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી જાેઈ નથી, તેથી આરોપીને કડક સજા આપવી જાેઈએ. ૩૫ વર્ષનો સુનીલ કુચિકોરવી ઘટના સમયથી જ જેલમાં બંધ છે. જાેકે હજી તેની પાસે સજા વિરુદ્ધ અરજી કરવા માટે ઘણા વિકલ્પ છે.

કોલ્હાપુરના મક્કડવાલા વસાહત વિસ્તારમાં આ ઘટના ૨૮ ઓગસ્ટ ૨૦૧૭માં થઈ હતી. ચાર્જશીટ પ્રમાણે સુનીલે તેની ૬૨ વર્ષની માતાની ચપ્પુ મારીને હત્યા કરી હતી. વૃદ્ધ મહિલાની લાશ અલગ અલગ ટુકડામાં કાપેલી મળી હતી. દરેક હિસ્સા પર મીઠું-મરચું ભભરાવવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે સુનીલની ધરપકડ કરી ત્યારે તેના મોઢામાંથી લોહી ટપકતું હતું. ત્યાર પછી તેણે માતાનાં અંગ ખાધાં હોવાની વાત સ્વીકારી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે સુનીલને દારૂ પીવાની આદત હતી અને ઘટના પહેલાં તેણે તેની માતા પાસે દારૂ પીવાના પૈસા માગ્યા હતા. માતાએ પૈસા આપવાની ના પાડતાં તેણે ગુસ્સામાં માતાની હત્યા કરી દીધી હતી. ત્યાર પછી આરોપીએ માતાના ડાબા હિસ્સાને કાપ્યો અને એમાંથી હૃદય, કિડની અને આંતરડાં કાઢીને રસોડામાં મૂક્યાં અને એના પર મીઠું-મરચું ભભરાવીને ખાવા લાગ્યો હતો. આ કેસમાં ૧૨ લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં, જેમાં આરોપીના સંબંધીઓ અને પડોશીઓ પણ સામેલ છે. દરેકે જણાવ્યું કે દારૂ પીધા પછી આરોપી આઉટ ઓફ કંટ્રોલ થઈ જતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here