માતાઓ ભૂલી મમતાઃ અમદાવાદમાંથી ૨ દિવસમાં ત્યજેલા ૪ નવજાત શિશુઓ મળ્યા

  0

  અમદાવાદ,તા.૧૫
  અમદાવાદમાંથી નવજાત શિશુ મળવાની ૪ ઘટનાઓ પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. શનિવાર અને રવિવાર એમ ૨ દિવસમાં અમદાવાદમાં ૪ શિશુ મળી આવ્યા હતા. એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુરમાંથી શિશુ મળી આવ્યા હતા. કોચરબ ગામ પાસેથી મૃત હાલતમાં બાળકી મળી હતી. જ્યારે શાહીબાગમાં કચરાપેટીમાંથી બાળકી મળી આવી હતી. ફતેહવાડી, વેજલપુરમાંથી જીવતી બાળકીઓ મળી આવી હતી. શાહીબાગ વિસ્તારમાં પ્રિતમપુરા સ્કૂલ પાસેથી કચરાપેટીની બાજુમાંથી એક નવજાત બાળકી પોલીસને મળી આવી હતી. કચરાપેટી પાસે દુપટ્ટામાં વિટાળી મુકી ગયું હતું. SHE ટીમની પેટ્રોલિગ દરમિયાન લોકોનું ટોળું કચરાપેટી પાસે ઉભું હતું. જે બાદ શી ટીમે તાત્કાલિક બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જ્યારે એએમસીવીઆર ડોર ટુ ડોર કચરો લેતી ગાડીને રવિવારે કોચરબ ગામ પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં નવજાત શિશુની લાશ મળી આવી હતી. ગાડીના ડ્રાઇવર ચંદુભાઈ ડામોરે આ મામલે સેનેટરી ઇન્સ્પેક્ટરને વાત કરી હતી. સેનેટરી ઈન્સ્પેક્ટર સંજય દવેએ પોલીસને જાણ કરી હતી. પોલીસે નવજાત શિશુનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે શિશુની માતા સહિતના લોકો સામે ગુનો નોંધ્યો છે. વેજલપુરમા બે બાળકીઓ જીવત મળી આવી છે. જેમાંથી એક બાળકી કાર નીચે અને અન્ય એક બાળકી રોડ પર મળી આવી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here