બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુત્તમ તાપમાન વધ્યું હતું. જાે કે ફરીથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાદળો હટતા ફરી એક વખત ઠંડીનો પારો ગગડ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાન વધુ ઘટવા લાગ્યું હતું અને સોમવારે વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જાેવા મળ્યો હતો. તેમજ પાણીના કુંડા અને ગાડી ઉપર જેવા અનેક સ્થળો પર બરફ પથરાયેલો જાેવા મળ્યો હતો.

બે દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જન જીવન ઉપર અસર પડી છે. જાે કે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી પડ્યા હતા, જેઓ ચારે બાજુ બરફ જાેતા મંત્રમુગ્ધ થઇ તેનો આનંદ માણી રહ્યા છે. ૧૩ જાન્યુઆરીએ બનાસકાંઠાની અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઈનસ ૪.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેના પગલે પાણીના કુંડ-ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here