મહોરમની રજા હવે ૧૯ની જગ્યાએ ૨૦મી ઓગસ્ટે જાહેર કરાઈ

0

ગાંધીનગર,તા.૧૩
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૯મીના સ્થાને ૨૦મી ઓગસ્ટના રોજ મહોરમની રજા જાહેર કરવામાં આવી છે. સરકારી તમામ કચેરીઓ, બોર્ડ- કોર્પોરેશન તથા પંચાયત કચેરીઓમાં અમલ થશે. ૧૯મી ઓગસ્ટના રોજ કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું છે કે, ૨૮ ઓક્ટોબર ૨૦૨૦ના જાહેરનામાથી કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે સરકારી કચેરીઓ તથા બેન્કો માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં ૧૯મી ઓગસ્ટના રોજ મહોરમની રજા જાહેર કરવામાં આવી હતી. હવે તેના સ્થાને ૨૦મી ઓગસ્ટના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેથી ૧૯મી ઓગસ્ટના રોજ સરકારી કચેરીઓ તથા બેન્કોનું કામકાજ ચાલુ રહેશે તેમ જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પણ આ જ રીતે મહોરમની જાહેર રજામાં ફેરફાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here