મહેસાણા,તા.૧૦

મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, અંબાસણ ગામના અંબિકા સોસાયટીમાં રહેતું દંપતી ટુ-વ્હિલર પર ખેતરેથી ઘરે આવી રહ્યું હતું ત્યારે રસ્તામાં ઉભેલા વિનુભાઇ ભીખાભાઇ પટેલે અગાઉ કરેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી તેમને રોકી ૬૩ વર્ષની વૃદ્ધાની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમના પતિનું ગળું દબાવી ગડદાપાટુનો માર માર્યો હોવાનું જણાવ્યું છે.

બીજી ફરિયાદ મુજબ, વિનોદભાઇ ભીખાભાઇ પટેલ નિગમના બોરે હાજર હતા. ત્યારે પતિ-પત્ની આવ્યા હતા અને બોરનું ભાડું ખતવી આપવા મામલે બોલાચાલી કરી હતી. મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાં સામાન્ય બાબતે ૨ પક્ષે મારામારી થઇ હતી. જેમાં ૬૩ વર્ષની વૃદ્ધાએ ૬૧ વર્ષના વૃદ્ધ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધે પણ ૨ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. લાંઘણજ પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here