મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાયરલ કરનાર વૃદ્ધ વકીલની ધરપકડ

0

વડોદરા,તા.૨૫
વડોદરામાં બ્લેકમેલ કરીને મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી વકીલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના વૃદ્ધ વકીલે મહિલાને ધમકી આપીને વીડિયો કોલિંગ વખતે નગ્ન થવા ફરજ પાડીને તેને રેકોર્ડ કર્યો હતો અને તે વીડિયો વકીલે પત્નીના મોબાઇલથી વાઇરલ કર્યો હતો. જેને પગલે પોલીસે છેડતી, ધમકી આપવા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં એક વૃદ્ધ વકીલ અને એક મહિલાના નગ્ન અવસ્થામાં અશ્લીલ ચેડાં કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ગોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૨માં તેઓએ ગ્રેજ્યુએટનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ ગોત્રી વિસ્તારમાં રહેતા વકીલ તેઓના ઘરે આવતા હતા અને તું એલ.એલ.બી કરી લે હું તને વકીલાત શીખવાડી દઈશ તેમ કહેતા હતા. વૃદ્ધ વકીલના કહેવા મુજબ તેઓએ એલ.એલ.બીનો અભ્યાસ શરુ કર્યો હતો અને વૃદ્ધ વકીલના હાથ નીચે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ઘર નજીક રહેતા હોવાથી મહિલાના ઘરે અવારનવાર આવતા હતા અને ઘરે કોઈ ના હોય ત્યારે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here