(અબરાર એહમદ અલ્વી)

અજમેર,

ભારતના મહાન સૂફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના દર પર દરેક સમસ્યાનો હલ લોકોને મળે છે અને દર્દ મંદ લોકોને તેમના દર્દની દવા પણ આ દર પરથી મળે છે. બધા જ ધર્મના લોકો ખ્વાજા ગરીબ નવાઝમાં અપાર આસ્થા રાખે છે. તાજેતરમાં ગુજરાતના રાજકોટમાંથી આવી જ મન્નતની પૂર્તિ પર એક મહિલા અજમેર રેલ્વે સ્ટેશનથી ઘૂંટણિયે અજમેર દરગાહ પહોંચી હતી.

Photo : Khabar Ajmer

રાજકોટની એક મહિલાએ પોતાની ભાણીના સારા સ્વાસ્થ્ય માટે અજમેર શરીફમા ખ્વાજા સાહબની દરગાહમાં મન્નત માંગી હતી કે મારી ભાણીની બીમારી દૂર થઈ જશે તો ગરીબ નવાજની દરગાહ પર ઘૂંટણ પર આવીશ. બાધા પૂરી થતાં મહિલા પોતાની ભાણીને અને સમગ્ર પરિવારને સાથે રાખી અજમેર રેલવે સ્ટેશનથી ઘૂંટણિયે દરગાહ પહોંચી હતી. મન્નત (બાધા)ની પૂર્તિ પર મહિલા ગુજરાતના રાજકોટ રેલવે સ્ટેશનથી ઘૂંટણિયે અજમેર દરગાહ પહોંચી હતી અને મન્નત (બાધા) પુરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here