અમદાવાદ,તા.૧૬
અમદાવાદના મણિનગર વિસ્તારમાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રવિવારે બની હતી, જેમાં મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી પાસે નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોઈ કારણોસર થયેલા ઝઘડામાં બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાઈને નાનાભાઈએ ગેસનો બાટલો ઉંચકી મોટાભાઈને માથામાં મારી દીધો હતો. જેમાં મોટાભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ મણિનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મણિનગર વિસ્તારમાં આવેલી ગણપત ગલીમાં રહેતા સુભાષ ગોગવલે (૩૬) રવિવારે બપોરે બે વાગ્યે ઘરે આવીને તેના નાનાભાઈ નિલેશ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મોટાએ ગેસનો બાટલો ઉપાડી નાનાભાઈને મારવા ગયો હતો. ત્યારે ઉશ્કેરાયેલા નિલેશે મોટાભાઈએ હાથમાંથી ગેસનો બાટલો લઈને તેના જ માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારીને પતાવી દીધા હતા. બનાવની જાણ થતાં મણિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી ભાઈની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here