સરકારે પહેલીવાર સ્પેશ્યલ પાવરનો કર્યો ઉપયોગ
નવી દિલ્હી, તા. ૨૧
ભારત સરકારે દેશ વિરોધી પ્રચાર ફેલાવતી ૨૦ યુ-ટયુબ ચેનલો ઉંપર ગઈકાલે પ્રતિબંધ ફરમાવી દીધો છે. પહેલીવાર આઈટી એકટમાં થયેલા સુધારાઓ હેઠળ આ પ્રતિબંધ લગાવાયો છે. આ યુ-ટયુબ ચેનલોની સાથે બે વેબસાઈટોને પણ પ્રતિબંધીત કરવામાં આવેલ છે. આ ચેનલો અને વેબસાઈટ કથીત રીતે પાકિસ્તાનથી સંચાલીત થતી હતી અને દેશમાં તે ભારત વિરોધી પ્રચાર કરતી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને આઈએસઆઈની મદદથી દુષ્પ્રચાર કર્યો હતો. તેમા નયા પાકિસ્તાન નામની એક યુ ટયુબ ચેનલ હતી જેના યુ-ટયુબ પર બે મિલીયનથી વધુ સભ્યો હતા. જે કાશ્મીર અને કૃષિ કાનૂન, ખેડૂતોનો વિરોધ અને અયોધ્યા જેવા મુદ્દા પર ખોટા અહેવાલો પ્રસિદ્ઘ કરતુ હતું.