ભારતીય ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ : અન્ય ત્રણ સભ્યો પણ આઈસોલેશનમાં

0

(અબરાર અલ્વી)

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટના ચોથા દિવસની ગેમ શરૂ થાય તે પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત ઈન્ડિયન ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને આઇસોલેશનમાં રખાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે.: ભારતીય ટીમ હાલમાં ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે અને આજે આ મેચનો ચોથો દિવસ છે. આવી સ્થિતિમાં ભારત માટે કેટલાક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના ચાર સભ્યોને અલગ રાખવામાં આવ્યા છે. BCCI એ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. આ ચાર લોકોમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અનેફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલ. શાસ્ત્રીનો ફ્લો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here