મુંબઈ,

જાણીતી ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલા ઘણાં સમયથી મોબાઇલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિએશન વિરુદ્ધ લોકોમાં જાગૃકતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. આને લઈને તેણે અનેક કૉર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. જૂહી ચાવલાએ હવે ભારતમાં 5G ટેક્નોલૉજીને લાગૂ પાડવા માટે એક અરજી દિલ્હી હાઇકૉર્ટમાં દાખલ કરી છે જેની સુનાવણી આજે એટલે કે સોમવારે થઈ ચૂકી છે. હવે આ મામલે આગળની સુનાવણી 2 જૂનના રોજ થશે. અભિનેત્રી જૂહી ચાવલા તરફથી દાખલ આ અરજીમાં માગ કરવામાં આવી છે કે 5G ટેક્નોલૉજીને લાગૂ કરતા પહેલા આની સાથે જોડાયેલા તમામ પ્રકારના અધ્યયનો તરફ ઝીણવટથી ધ્યાન આપવામાં આવે અને પછી જ આ ટેક્નોલૉજીને ભારતમાં લાગૂ પાડવા વિશે વિચાર કરવામાં આવે. જૂહી ચાવલાએ પોતાની આ અરજીમાં ભારત સરકારના દૂરસંચાર મંત્રાલયથી સામાન્ય લોકો, તમામ જીવ-જંતુઓ, વનસ્પતિઓ અને પર્યાવરણ પર 5G ટેક્નોલૉજીના લાગૂ પાડવા પર થતી અસર સાથે જોડાયેલ રિપૉર્ટને ઝીણવટથી જોવામાં આવે અને એવા રિપૉર્ટ્સના આધારે પણ આને ભારતમાં લાગૂ પાડવાની પરવાનગી આપવી કે નહીં તેને લઈને નિર્ણય લેવાની અપીલ કરી છે. અભિનેત્રી જૂહી ચાવલાએ પોતાના તરફથી એક ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, “અમે એડવાન્સ ટેક્નોલૉજીને લાગૂ પાડવાના વિરોધમાં નથી. આથી ઊલ્ટું અમે ટેક્નોલૉજીના જગતમાંથી નીકળતા નવા પ્રૉડક્ટ્સનો અમે ભરપૂર માત્રામાં લાભ લઈએ છીએ, જેમાં વાયરલેસ કૉમ્યુનિકેશનનો પણ સમાવેશ છે. જો કે, આ પ્રકારના ડિવાઇઝના ઉપયોગને લઈને અમે હંમેશાં અસમંજસની સ્થિતિમાં રહીએ છીએ કારણ કે વાયર ફ્રી ગેજેટ્સ અને નેટવર્ક સેલ ટાવર્સ સંબંધે અમારી પોતાની રીસર્ચ એન્ડ સ્ટડીઝ પરથી એ ખબર પડી છે કે આ પ્રકારના રેડિએશન લોકોના સ્વાસ્થ્ય  અને તેમની સુરક્ષા માટે ખૂબ જ હાનિકારક છે.” જૂહી ચાવલાના પ્રવક્તાએ એક ઑફિશિયલ નિવેદનમાં ભારતમાં 5G ટેક્નોલૉજીને લાગૂ કરતા પહેલા RF રેડિએશનથી માનવ જાતિ, મહિલા, પુરુષો, વૃદ્ધો, બાળકો, શિશુઓ, પ્રાણીઓ, જીવ-જંતુઓ, વનસ્પતિઓ અને પર્યાવરણ પર પડનારા પ્રભાવને લઈને સારી રીતે સ્ટડીઝ કરવામાં આવે અને આ સંબંધે કરવામાં આવેલા અથવા થનારા તમામ રિપૉર્ટ્સને સાર્વજનિક કરવામાં આવે. પ્રવક્તા પ્રમાણે આ પ્રકારના અધ્યયનથી સ્પષ્ટતા આપવી જરૂરી છે કે શું 5G ટેક્નોલૉજી ભારતની હાલની અને આગામી પેઢી માટે સુરક્ષિત છે કે નહીં અને ત્યાર બાદ જ તેને લાગૂ પાડવા પર વિચાર કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here