ભારતમાં ૯.૨૭ લાખ બાળકો અતિ કુપોષિત, યુપી-બિહાર અવ્વલ

0

એક આરટીઆઇના જવાબમાં મહિલા બાળ કલ્યાણ મંત્રાલયે કર્યો ખુલાસો

ન્યુ દિલ્હી,તા.૭
ભારતમાં ૯.૨૭ લાખ બાળકો ગંભીર અને અતિ કુપોષિત હોવાનો ખુલાસો એક RTIમાં થયો છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોની ઉંમર છ મહિનાથી લઇ છ વર્ષ સુધીની છે. નવેમ્બર-૨૦૨૦ સુધીમાં ગંભીર અને અતિ કુપોષિત બાળકોના વર્ગમાં આટલા બાળકો નોંધાયા હતા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે આરટીઆઈનો જવાબ આપ્યો છે.
નવેમ્બર-૨૦૨૦ સુધી દેશમાં કુલ ૯,૨૭,૬૦૬ ગંભીર અને અતિ કુપોષિત બાળકો નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં ૩,૯૮,૩૫૯ અને બિહારમાં ૨.૭૯,૪૨૭ બાળકો છે. ગત વર્ષે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે આ વર્ગમાં આવતા કુપોષિત બાળકોનો ડેટા આપવા તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી હતી.
લદાખ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર અને મધ્યપ્રદેશમાં ગંભીર રીતે કુપોષિત હોય તેવાં કોઇ બાળકો નોંધાયા નથી. જાે કે આ ચારેય રાજ્યોમાં લદાખ સિવાય કોઇ રાજ્યની આંગણવાડીએ આ વર્ગના કુપોષિત બાળકોનો ડેટા ઉપરના સ્તરે આપ્યો જ નથી.
નિષ્ણાતોના મતે આ આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારીની પરિસ્થિતિ અતિ ગરીબ વર્ગના બાળકોમાં આ સમસ્યા વધારી શકે છે. અત્યારે આ આંકડાઓ ભલે દેશની કુલ વસતિની સરખામણીમાં નાનાં લાગતા હોય પરંતુ ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ અસર થવાની હોવાથી આ આંકડાઓ ગંભીરતાથી વિચારણા માગી લે તેવા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here