ભાજપને વોટ આપ્યું હશે તો જ લાઇટ મળશે : ભાજપ ધારાસભ્ય

0

શાહજહાંપુર,તા.૧૩
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વીર વિક્રમ સિંહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ એક નાગરિકને કહી રહ્યા છે કે દીકરાની કસમ ખાઈને કહો કે તમે બીજેપીને વોટ આપ્યું હતું, ત્યારે જ લાઇટ લગાવીશ. ઉલ્લેખનીય છે કે ગ્રામીણ દ્વારા પોતાના ત્યાં લાઇટ લગાવવાની ફરિયાદ કરવા પર મીરાનપુર કટરા ક્ષેત્રથી ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહ કહેતા સંભળાઈ રહ્યા છે કે, “તમે તમારા દીકરાની કસમ ખાઈને કહો કે તમે બીજેપીને વોટ આપ્યું છે, અપેક્ષા એનાથી જ કરવામાં આવે છે જેને કંઇક આપવામાં આવે, જાે આપ્યું હોય ત્યારે જ લાઇટ લાવીશ.

ભાજપ ધારાસભ્ય તાજેતરમાં જ પૂર્ણ થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમને સંબોધિત કરતા ક્ષેત્રમાં પોતાના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે એક ગ્રામીણે તેમને પોતાના ત્યાં લાઇટ લગાવવાની વાત કહી દીધી. આના પર ધારાસભ્ય વીર વિક્રમ સિંહે કહ્યું કે, “તમે ગંગાની તરફ હાથ કરીને અથવા પોતાના છોકરાની કસમ ખાઈને કહો કે તમે અમને વોટ આપ્યું છે, તો અમે આજે જ તમારા ઘરે લાઇટ લગાવી દેશું. અપેક્ષા એની પાસેથી કરવામાં આવે છે જેને તમે કશુંક આપો છો.”
જ્યારે ગ્રામીણે કહ્યું કે, તે તો ફરિયાદ કરી રહ્યો છે. તો ધારાસભ્યએ કહ્યું કે, “ફરિયાદ તેને કરો જેને તમે કંઈક આપો, જાે તમે આપ્યું હોત તો તમારો મારી છાતી પર ચડવાનો અધિકાર હોત. તમે અમને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કરો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here