ભરૂચ- એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ગરબામાં સગીરાને બાથમાં લઈ ગળા પર ચપ્પુ મૂકી ઇજાઓ કરતા ચકચાર

થોડા સમય પહેલા સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એક યુવતીનું જાહેરમાં ગળું કાપી નાંખી હત્યા નિપજાવ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી, તે જ પ્રકારની એક ઘટના બનતા ભરૂચ જિલ્લામાં રહી ગઇ હોય તેમ સામે આવી રહ્યું છે, જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભર ગરબાની વચ્ચે જ સગીરાને બાથ ભરી ચપ્પુથી હુમલો કર્યાનું સામે આવ્યું છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેઠા ગામ ખાતે મહાકાળી મંદિર આગળ ચાલતા ગરબામાં ૧૩ વર્ષીય સગીરા તેની બહેનપણી સાથે ગઇ હતી, તે જ દરમિયાન ગામમાં જ રહેતો નિલેશ વિષ્ણુ ભાઈ વસાવાએ અચાનક ચાલુ ગરબા દરમિયાન ગરબા નિહાળી રહેલ સગીરા પાસે ધસી જઈ તેને બાથ મારી લીધી હતી. જો કે સગીરાએ આ યુવાનની કરતૂતનો પ્રતિકાર કરી તેને ધક્કો માર્યો હતો, જે બાદ નિલેશ વસાવાએ પોતાના પાસે રહેલ ચપ્પુ કાઢી સગીરાના ગળાના ભાગે મૂકી દઈ તું મારી સાથે બોલતી કેમ નથી, તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હાથમાં રહેલ ચપ્પુ વડે સગીરાના ગળાના ભાગે લિશોટ મારતા નજીકમાં રહેલ અન્ય એક ઇસમે વચ્ચે પડી નિલેશ વસાવાને છોડાવ્યો હતો, ઘટનામાં ભોગ બનેલ સગીરાના પરિવારે યુવાનની કરતૂતો અંગેની જાણ ઉમલ્લા પોલીસમાં કરતા ઉમલ્લા પોલીસે મામલા અંગે સગીરાના પરિવારની ફરિયાદ લઇ ઘટનાને અંજામ આપનાર આરોપી નિલેશ વિષ્ણુ વસાવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here