ભરૂચના દોઢ વર્ષના બાળકે ૧૬ રંગો ઓળખી રેકોર્ડ બનાવ્યો

0

ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું

ભરૂચ,

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ૧૯ મહિનાના બાળક આર્યન અજય ઉપાધ્યાયે માત્ર ૪૫ સેકન્ડમાં ૧૬ રંગો ઓળખી બતાવી સૌથી નાની વયનો હોવાનો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‌સમાં રેકોર્ડ પ્રસ્તાપિત કર્યો છે. તેને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‌સ તરફથી પ્રમાણપત્ર, મેડલ અને બેચ મળી છે.

આર્યન મૂળાક્ષરો, નંબર ૧થી ૨૦, ફળો, શાકભાજી, વાહનો, શરીરના ભાગો, પ્રાણીઓ, પક્ષીઓ, આકાર, વર્ષના મહિનાઓ, અઠવાડિયાના દિવસો, પ્રથમ શબ્દો, ટ્રાફિક સિગ્નલ, ક્રિયાના શબ્દો, કુટુંબના સભ્યો બોલવામાં પણ સક્ષમ છે. આર્યન આટલી નાની ઉંમરે ૩૦ કરતા વધુ વિરુધાર્તી બોલવામાં સક્ષમ છે. તે ફાર્મ એનિમલ્સ સાઉન્ડ પણ કાઢી શકે છે. આર્યનને પુસ્તકોનો શોખ હોવાથી તેણે ૫ મહિનાની ઉંમરે શીખવાનું શરૂ કર્યું હતું. આર્યનના માતા-પિતા બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. જ્યારે તે ૧ વર્ષ ૪ મહિનાનો હતો ત્યારે તેના માતા-પિતાને તેની ક્ષમતાનો અહેસાસ થયો હતો જ્યારે તે ૧થી ૧૦ નંબરો વાંચી રહ્યો હતો. તેમના પુત્રના પરાક્રમ વિશે બોલતા, માતા-પિતાને તેની પ્રતિભા માટે તેના પર ખૂબ ગર્વ છે. તેઓ આશા રાખે છે કે, આર્યન ભવિષ્યમાં તેની પ્રતિભાનો ઉપયોગ માનવતાની સુધારણા માટે કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here