ભરુચના નર્મદા માર્કેટમાં ગત રાત્રે યુવાન વેપારીની ઘાતકી હત્યાના બનાવનો પર્દાફાશ થયો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીની પત્ની સાથે મરનાર મિત્રના અનૈતિક સંબંધ હોવાના કારણે ૧૨થી વધુ ઘા ઝીકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
ભરુચના નર્મદા માર્કેટમાં આર્યન હુસેન ઝહરૃદ્દીન મન્સુરી નામના યુવાનની જાહેરમાં તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હોવાની ઘટના બની હતી. વેપારીની હત્યા અંગે બળવંતસિંહ પઢિયારે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીને ગણતરીની મિનિટોમાં જ સ્થળ ઉપરથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હત્યા બાદ સ્થળ પરથી ઝડપાયેલા અઝરૃદ્દીન આસિફ મન્સૂરી (રહે.ખુશ્બુ પાર્ક, નૂર એપાર્ટમેન્ટ, શેરપુરા ભરુચ)ની પત્ની સાથે આર્યન હુસેનના અનૈતિક સંબંધ હોવાના કારણે આવેશમાં આવી જઇ તિક્ષ્ણ હથિયારના ૧૨થી વધુ ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પતિ પત્ની ઔર વોના કિસ્સામાં પતિ અઝરૃદ્દીન આસિફ મન્સૂરીની સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(જીએનએસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here