મુંબઈ,
બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાની દરેક વાતને નીડરતાથી દુનિયાની સામે મુકે છે. હાલમાં જ કંગનાએ એક ફોટો શેર કર્યો હતો તેમા તેણે જે કપડા પહેર્યા હતા તેને લઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી અને સવાલો ઉઠાવ્યા હતા. આ લોકોને કંગનાએ આપ્યો જવાબ.

કંગના રનૌત બોલિવૂડ ફિલ્મોની સાથે-સાથે નિવેદનો આપવાને લઈને પણ ફેમસ છે. તે દરેક મુદ્દા પર ખુલીને પોતાની વાત મુકે છે. જે તેને ઘણી વખત ભારે પણ પડી ચુક્યું છે પરતું કંગનાએ ક્યારેય હાર નથી માની. તાજેતરમાં જ કંગનાના ફોટો વાયરલ થયા હતા જેમાં તેને એક પાર્ટીમાં બ્રાલેટ પહેરી હતી જેના કારણે તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી. પરંતુ કંગનાએ ટ્રોલ કરવાવાળા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ દરેક લોકોને જડબાતોડ જવાબ આપતા કંગનાએ ઈન્સ્ટા સ્ટોરીમાં એક પેઇન્ટિંગ શેર કરી જેમાં પ્રાચીન ભારતીય વસ્ત્રો પહેરેલી એક મહિલા જાેવા મળે છે. આ પેન્ટિંગને શેર કરતા કંગનાએ લખ્યું, “જે લોકો મને સનાતન ધર્મનું જ્ઞાન આપી રહ્યા છે કૃપા કરી સમજાે તમે અબ્રાહિમ જેવા લાગી રહ્યા છો.”

કંગનાએ બુડાપેસ્ટમાં પોતાની ફિલ્મ ધાકડની શૂટિંગ પૂર્ણ કરી જે પછી તેણે આખી ટીમના સાથે એક પાર્ટી રાખી આ પાર્ટીમાં કંગનાએ ટ્રાન્સપરન્ટ બ્રાલેટ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું હતું જેને જાેઈને ઘણા લોકોએ તેને સંસ્કૃતિને ટાંકીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કંગનાના આ ફોટા પર કોમેન્ટ કરતા એક યૂઝર્સે લખ્યું, “તમારે ટ્રાન્સપરન્ટ બ્રા પહેરવાની શું જરૂર હતી.” તો બીજા યૂઝર્સે લખ્યું, “જ્યારે તમે તમારી ઈમેજ એક સભ્ય સનાતન મહિલાની બનાવી છે તો આ બધાની શું જરૂર છે?” ત્રીજા યૂઝર્સે લખ્યું, “આ પ્રકારના ફોટા શેર ના કરવા જાેઈએ કેમ કે તમે રોલ મોડલ છો.”

(જીએનએસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here