દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. બે મહિના પછી ભારતમાં પહેલી વાર એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. તો 66 દિવસ પછી કોરોનાના આટલા ઓછા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ પ્રમાણે દેશમાં એક દિવસની અંદર કોરોના વાયરસના 86,498 નવા કેસ સામે આવ્યા છે.

રાહતના સમાચાર એ પણ છે કે આ સમય દરમિયાન મૃત્યુના આંકડામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2123 દર્દીઓએ આ સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 13 લાખ 3 હજાર 702 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 97 હજાર 907 એક્ટિવ કેસ ઓછા થયા છે. એક દિવસમાં દેશમાં 1 લાખ 82 હજાર 282 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સતત 26મો દિવસ છે જ્યારે રોજિંદા કેસથી વધારે સંખ્યામાં લોકો કોરોનાથી સ્વસ્થ થઈ રહ્યા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દરમાં પણ વધારો થઈ રહ્યો છે અને હવે 94.29 ટકા પર પહોંચ્યો છે. તો, સાપ્તાહિક સંક્રમણ દર ઘટીને 5.94 ટકાએ પહોંચ્યો છે. ભારતમાં સતત 15 દિવસથી રોજિંદું સંક્રમણ દર 10 ટકાથી નીચે છે અને ગઈ કાલે પણ તે 4.62 ટકા રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here