બે બાળકો સામે ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ, ૨ નરાધમોની ધરપકડ

0


બક્સર,તા.૧૯
બક્સરના મુફસ્સિલના એક ગામમાં શનિવાર તેમજ રવિવારની રાત્રે ૨૨ વર્ષિય ગર્ભવતી મહિલાથી દુષ્કર્મના આરોપમાં પોલીસ દ્વારા ૨ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બક્સરની એક અદાલતે રવિવારના રોજ બે આરોપીઓ ગોલૂ ચૌહાણ (૨૦) અને લાલજી ચૌહાણ (૧૯)ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. પોલીસે કહ્યું કે, મહિલાને ૨ બાળકો છે જેમાં એક દીકરો અને એક દીકરી છે, તેમની સામે રાત્રે એક વાગ્યે આરોપીઓએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો.

બંને બાળકોનો રડવાનો અવાજ સાંભળીને પોલીસને જાણ કરવામાં આવી. ત્યારબાદ ત્યાંથી આરોપીઓ ફરાર થઈ ગયા, પરંતુ પોલીસે ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરી લીધી. આ ઘટનાની FIR બક્સરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. મહિલા સ્ટેશન ઇન્ચાર્જ નીતૂ પ્રિયાએ કહ્યું કે, “ગેંગરેપ દરમિયાન આરોપી ગોલૂએ મહિલાને પકડી રાખી હતી, જ્યારે બીજા આરોપી લાલજીએ મહિલાનું ગળું દબાવી રાખ્યું હતું, જેથી તે અવાજ ના કરે. ગરમીના કારણે મહિલાના ઘરનો મુખ્ય દરવાજાે ખુલ્લો હતો. આનો ફાયદો ઉઠાવીને બંને આરોપીઓ ઘરમાં ઘૂસ્યા અને મહિલાની સાથે દુષ્કર્મ કર્યું. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે અને રિપોર્ટનો ઇંતઝાર છે. મહિલા પોતાના બે બાળકો સાથે ગામમાં એકલી રહે છે, કેમ કે તેનો પતિ બીજા રાજ્યમાં એક ખાનગી કારખાનામાં કામ કરે છે. ડીએસપી ગોરખ રામે કહ્યું કે, અત્યારે એ નથી જાણી શકાયું કે આરોપીઓએ મહિલાને પહેલા પણ પરેશાન કરી હતી કે નહીં. પોલીસે આ ઘટનાની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here