(અબરાર એહમદ અલવી)

અમદાવાદ,તા.૦૫

શહેરના રાણીપમાં રહેતા મુસ્લિમ, દલિત, દેવીપુજક અને ઠાકોર સમાજના ૩૫૦ પરિવારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફીસ ઉસ્માનપુરા દ્વારા નોટીસ આપીને તેમના ઘરો ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી જેના વિરોધમાં રાણીપના અસરગ્રસ્ત પરિવારો દ્વારા એડવોકેટ શમશાદ પઠાણ અને એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણના નેતૃત્વમાં કોર્પોરેશનમાં નોટીસનો જવાબ પાઠવવામાં આવ્યો છે.

એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, ભારતના સંવિધાન મુજબ દેશના નાગરિકોને રહેઠાણના અધિકારને મૂળભૂત અધિકાર કહેવામાં આવે છે પરંતુ તાજેતરની સરકારો દ્વારા ભૂ માફિયાઓની જેમ કામ કરી રહી છે અને ગરીબોના રહેઠાણની જગ્યાઓ પડાવી લઈને ઉદ્યોગપતિઓને આપવા માટે ગરીબ પરિવારો જે મકાનોમાં રહી રહ્યા છે તેમને ગેરકાયદેસર ઠરાવી બુલડોઝર ચલાવી રહી છે. જાણે કે દેશ હવે સંવિધાનથી નહિ પણ બુલડોઝરથી ચાલી રહ્યું હોય.

આ સમગ્ર પ્રક્રિયામાં એડવોકેટ શમશાદ પઠાણની સાથે એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણ, એડવોકેટ ગુલામ સાબિર શૈખ, જાવેદ કુરેશી, અનવર સૈયદ, ઇરશાદ શૈખ, રાણીપ કમિટીના તમામ આગેવાનોએ ઉભા રહી ગરીબ ઝોપડાવાસીઓની મદદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here