બાબા રામદેવનો વેશ ધારણ કરી મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી

0

વડોદરા,
વડોદરા શહેરના સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી હતી. અત્રે નોંધનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાતા જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે, ત્યારે જાગૃત નાગરિકે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.

વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે છે, પરંતુ, કેન્દ્ર સરકાર સરકારી તિજાેરીમાં આવક ઊભી કરવા માટે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં મોટાભાગની ચીજવસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here