અમદાવાદ,

શહેરના બેહરામપુરા વિસ્તારમાં આવેલ અલ્લાહનગર, સંતોષનગર અને ચાર માલિયાના રહીશો દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઇ હતી કે, અમારા વિસ્તારમાં મેડિકલ નશો અને MD ડ્રગ્સનો હાનિકારક પદાર્થનું વેચાણ ખુલ્લેઆમ થાય છે. રાજ્યમાં યુવાધન નશાને રવાડે ચડયો છે ત્યારે નશીલા પદાર્થોનું પણ જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે જે અંગે અમદાવાદના અલ્લાહ નગર વિસ્તારના સ્થાનિકો અને AIMIM પક્ષની આગેવાનીમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવામાં આવી હતી અને આ દુષણ અટકાવવા માટે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે અને સખત ચેકિંગ કરી જે લોકો આવા નશીલા પદાર્થોનું વેચાણ કરે છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ કરાઇ હતી.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ એ સ્થાનિકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, “જે જગ્યા પર આ દૂષણ કરતાં કોઈ પણ વ્યક્તિઓ દેખાય તો તરત અમને ફોન કરી જાણ કરજો અમે સખત કાર્યવાહી કરીશું”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here