રીવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસના કારણે આત્મહત્યા કરી હતી. સેશન્સ કોર્ટે ખાસ કરીને આ ચૂકાદામાં વાયરલ વીડીયો અને વોઈસ સ્પેક્ટોગ્રાફીને અગત્યનો ચૂકાદો ગણ્યો હતો.

અમદાવાદની બહુ ચર્ચાસ્પદ ઘટના પૈકીની આઈશા આત્મહત્યા કેસ છે જેમાં આઈસાએ સ્યુસાઈડ કરતા પહેલા વીડીયો બનાવ્યો હતો અને આ વીડીયો તેના સ્યુસાઈડ બાદ ખૂબ જ વાયરલ થયો હતો. 25 ફેબ્રુઆરીના રોજ આયશાએ આત્મહત્યા કરી હતી. ફરીયાદના આધારે સેશન્સ કોર્ટે તેના પતિ આરીફને 10 વર્ષની સજા સંભળાવી છે.

રીવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસના કારણે આત્મહત્યા કરી હતી. સેશન્સ કોર્ટે ખાસ કરીને આ ચૂકાદામાં વાયરલ વીડીયો અને વોઈસ સ્પેક્ટોગ્રાફીને અગત્યનો ચૂકાદો ગણ્યો હતો. આ ઉપરાંત માનસિક ત્રાસ તેમજ તેનો ગર્ભપાત થયાની પણ કોર્ટે નોંઘ લીધી છે. પતિનો ત્રાસ હતો છતાં પણ હસતા હસતા તેને આ વીડિયો બનાવ્યો હતો અને સાબરમતી નદીમાં કુદીને તેના જીવનને ટૂંકાવ્યું હતું. 

25 ફેબ્રુઆરીની સ્યુસાઈડના ઘટના બાદ તેના પરીવારજનોએ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે ફરીયાદ કરી હતી પોલીસે એ જ સમયે ગુનો નોંધી તપાસ કરી હતી અને તેમાં આયશાને ન્યાય કોર્ટે ફટકારેલી સજાથી મળ્યો છે. 

સમાજ માટે આ અનોખો કિસ્સો છે જે આંખ ઉઘાડી દે તેવી ઘટના છે. માસુમ આયશાના વીડીયોને જોઈ લોકોની આંખોમાં પણ આસું આવી ગયા હતા એ પ્રકારની આ ઘટના ખૂબ જ ચર્ચામાં રહી હતી. જેથી કોર્ટના આ ચુકાદાને લોકોએ પણ સરાહના કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here