બળજબરીપૂર્વક વેક્સિનેશન મૌલિક અધિકારોનું ઉલ્લંઘન : મેઘાલય હાઈકોર્ટ

0

મિઝોરમ,
મેઘાલય હાઈકોર્ટે કહ્યું કે બળજબરીપૂર્વક વેક્સિનેશન કરાવવું બંધારણની આર્ટિકલ ૧૯ (૧)(જી) હેઠળ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. બાર એન્ડ બેન્ચ અનુસાર, કોર્ટે કહ્યું કે, દુકાનદારો, ટેક્સી ડ્રાઈવર જેવા લોકો સાથે બિઝનેસ બીજી વખત શરૂ કરવા માટે વેક્સિનેશનની શરત રાખવી તેનાથી જાેડાયેલા કલ્યાણના પ્રાથમિક હેતુઓને બગાડી નાખે છે. મેઘાલય હાઈકોર્ટે કહ્યું “જ્યારે વેક્સિનેશન અથવા તેને ફરજિયાત બનાવી દેવાથી કલ્યાણ સાથે જાેડાયેલા આ પ્રાથમિક હેતુ ખરાબ થઈ જશે. આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે, ખાસ કરીને રોજી-રોટી કમાવવાના અધિકારોને પ્રભાવિત કરે છે, જે લોકોને જીવંત રાખવા માટે જરૂરી છે.”
જાે કે, ચીફ જસ્ટિસ બિસ્વનાથ સોમાદ્દર અને જસ્ટિસ એચએસ થાંગખીવની બેન્ચે કહ્યું કે, વેક્સીનેશન સમયની જરૂરત છે અને કોવિડ મહામારીને ફેલાવવાથી રોકવામાં જરૂરી પગલું પણ છે. પરંતુ બેન્ચે કહ્યું કે, રાજ્ય સરકાર એવી કોઈ કાર્યવાહી કરી શકે નહીં જે બંધારણના આર્ટિકલ ૧૯(૧) હેઠળ મળેલી રોજી-રોટી કમાવવાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

હાઈકોર્ટનું કહેવું છે કે, તે સરકારની જવાબદારી છે કે તેઓ નાગરિકોને વેક્સિનેશન ડ્રાઈવના ફાયદા અને નુકશાનને લઈને જાણકારી આપે. બેન્ચે કહ્યું કે, રાજ્ય સરકાર પર વેક્સિનેશનથી સંબંધિત ભ્રામક જાણકારી ફેલાવવાથી રોકવાની જવાબદારી છે. ૨૩ જૂને પોતાના આદેશમાં મેઘાલય હાઈકોર્ટે બધી દુકાનો, બિઝનેસ સંસ્થાઓ અને કોમર્શિયલ વાહનો પર પોતાના કર્મચારીઓની કોવિડ વેક્સિનેશન સ્ટેટ્‌સને ડિસ્પ્લે કરવાનું કહ્યું. કોર્ટે કહ્યું કે, આનાથી લોકો જાગૃત્ત થઈને ર્નિણય લઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here