વર્ષોથી કોરોના, પુર જેવી ગમે તે મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા “બર્ક ફાઉન્ડેશન”નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે

હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા “બર્ક ફાઉન્ડેશન”ની ટીમ તરત જ જરૂરિયાતમંદોની મદદે દોડી

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લામાં હાલમાં જ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો બેઘર બન્યા અને અનેક લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા. ત્યારે આ બાબતની જાણ "બર્ક ફાઉન્ડેશન"ને થતા તેમની ટીમ તુરત કામે લાગી અને જિલ્લાના અનેક જરૂરિયાતમંદ લોકો પાસે પહોંચી તેમને ફૂડ પેકેટ આપી માનવતાનું કામ કર્યું હતું. "બર્ક ફાઉન્ડેશન" તરફથી જ્યોર્જભાઈ, માયાબેન, મારીયા બેન, મધુબાલાબેન, જયેશભાઇ સાર ઉપસ્થિત રહી નર્મદા જિલ્લાના અકતેશ્વર અને સાંજરોલી ગામમાં 280 ફૂડ પેકેટ, ઇન્દ્રવર્ણા અને વાસલા ગામમાં 56 પેકેટ અને ગરડેશ્વર ચોકડી પર 50 ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. 

સાથે સાથે રાજપીપળા બસ સ્ટેન્ડ, કાલાઘોડા, જકાતનાકા પાસે અટવાયેલા મુસાફરોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આમ ગમે તે સંકટ સમયમાં "બર્ક ફાઉન્ડેશન"નાં સભ્યો હંમેશા લોકસેવા કાર્યમાં આગળ આવતા હોય છે. "બર્ક ફાઉન્ડેશન"ની સેવા જોઈ તંત્ર પણ તેમની વર્ષોની કામગીરીથી પ્રભાવિત થઈ આવા કટોકટીનાં સમયે "બર્ક ફાઉન્ડેશન"ને સેવાકીય કામગીરી સોંપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here