તમે બરમુડા ટ્રાય એંગલનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક એવું રહસ્ય છે, જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોને વર્ષોથી હેરાન કર્યા છે.
બરમુડા ટ્રાય એંગલ વાસ્તવમાં બર્મુડા નજીક ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જહાજાે ગાયબ થઈ ગયા છે. જેમાં માત્ર પાણીના જહાજાે જ નહીં પણ ઘણા એરોપ્લેનનો પણ સમાવેશ થાય છે, જે રહસ્યમય રીતે કાયમ માટે અદૃશ્ય થઈ જાય છે. બસ આકાશમાંથી ગાયબ થઈ ગયા.
હવે એક વૈજ્ઞાનિક માને છે કે, તેણે બરમુડા ટ્રાય એંગલની નજીક આવતા જ જહાજાે અચાનક કેમ ગાયબ થઈ જાય છે તેનું રહસ્ય તેણે ઉકેલી લીધું છે.. બ્રિટાનીકા નામની વેબસાઈટ અનુસાર ત્રિકોણાકારના આ ભાગમાં (બરમુડા ત્રિકોણ) ૫૦થી વધુ પાણીના જહાજાે અને ૨૦ એરોપ્લેન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેની પાછળનું કારણ જણાવતા કેટલાક લોકો કહે છે કે, અહીં એક રહસ્યમય વમળ છુપાયેલું છે, જે જહાજાેને પોતાની તરફ ખેંચે છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે, જહાજાેના અચાનક ગાયબ થઈ જવા પાછળ એલિયન્સનો હાથ છે. પરંતુ એક નિષ્ણાતનો દાવો છે કે, તેમાં રહેલા ખડકો બર્મુડા ટ્રાયેન્ગલના આ રહસ્યને ઉકેલી શકે છે.
મીડિયાના અહેવાલ મુજબ એક ચેનલની ડોક્યુમેન્ટ્રી ‘સિક્રેટ્સ ઓફ ધ બર્મુડા ટ્રાયંગલ’માં બોલતા ખનિજશાસ્ત્રી નિક હચિંગ્સે કહ્યું કે, ‘બર્મુડા મૂળભૂત રીતે સમુદ્ર પર્વત છે. તે પાણીની અંદરનો જ્વાળામુખી છે. ૩૦ મિલિયન વર્ષો પહેલા તે સમુદ્રના તળની ઉપર ચીપકેલો હતો, જે હવે નાશ પામ્યો છે, પરંતુ જ્વાળામુખીનો ઉપરનો ભાગ હજુ પણ બાકી છે. તેમણે કહ્યું કે, અમારી પાસે તે જ્વાળામુખી ખડકના કેટલાક નમૂના છે, જેમાં મેગ્નેટાઈટ છે. તે પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી કુદરતી રીતે બનતો ચુંબકીય પદાર્થ છે. નિક હચિંગ્સ જણાવે છે કે, તેણે કેટલાક ખડકો અને હોકાયંત્રનો ઉપયોગ કરીને એક પ્રયોગ કર્યો હતો. જ્યારે ખડકને સપાટ સપાટી પર મૂકવામાં આવ્યો હતો અને હોકાયંત્ર તેના પર ફરતું હતું, ત્યારે તેની સોય બેકાબૂ બની હતી, નેવિગેશનલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ સંપૂર્ણપણે નકામા બની ગયા હતા. આ બન્યું કારણ કે, ખડકોમાં મેગ્નેટાઇટ હોય છે. તેમણે કહ્યું કે, ભલે ખલાસીઓ દાવો કરે છે કે, તેમને આ વિલક્ષણ વિસ્તારમાં ભૂતિયા જહાજાે અને અન્ય વિચિત્ર પ્રવૃત્તિઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ એવું કંઈ નથી. ત્યાં જતા જહાજાે આ ચુંબકીય ખડકોના કારણે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે.