હાલમાં ચોમેર જાતિવાદનું ભૂત ધૂણી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું ડાલવાણા ગામ એવું પણ છે કે, જ્યાં કયારેય કોમવાદનો પ્રશ્ન ઉભો થયો જ નથી. આ ગામ પાસેથી કોમી એકતાના પાઠ ભણવા જેવા છે. હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસમાં ગામના હિંદુ મંદિરોનું સંચાલન કરતા શ્રી ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને શુક્રવારે સાંજે પ્રસિદ્ધ વારંદા વિર મહારાજના મંદિરે રોઝા ખોલાવી ગામમાં ચાલી આવતી કોમી એકતાને મજબૂત બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

બનાસકાંઠા,

મુસ્લિમ બિરાદરોએ મંદિર પરિસરમાં નમાજ પઢી રોજા પણ ખોલ્યા

વડગામ તાલુકાના ડાલવાણામાં કોમી એકતાના દર્શન

હાલમાં ચોમેર જાતિવાદનું ભૂત ધૂણી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું ડાલવાણા ગામ એવું પણ છે કે, જ્યાં કયારેય કોમવાદનો પ્રશ્ન ઉભો થયો જ નથી. આ ગામ પાસેથી કોમી એકતાના પાઠ ભણવા જેવા છે. હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસમાં ગામના હિંદુ મંદિરોનું સંચાલન કરતા શ્રી ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને શુક્રવારે સાંજે પ્રસિદ્ધ વારંદા વિર મહારાજના મંદિરે રોઝા ખોલાવી ગામમાં ચાલી આવતી કોમી એકતાને મજબૂત બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ડાલવાણા ગામમાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એક અને નેક રહ્યા છે. આ ગામમાં હિંદુ અને મુસલમાનની એકતા માટે એક ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવું ગામ છે. આ ગામમાં હિંદુઓના તહેવારોમાં મુસ્લિમ બિરાદરો ખડે પગે હોય છે. તો મુસ્લિમોના તહેવારમાં હિંદુઓ પણ પાછળ રહેતા નથી. આ ગામમાં કોમી એકતા એવા દર્શન થાય છે જે લોકો માટે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.

આ ગામમાં મોહરમ અને નવરાત્રીનો પ્રસંગ એક સાથે હોય તો પણ ગામમાં સુમેળ ભર્યા વાતાવરણમાં એક બીજાને મદદરૂપ થઇ હર્ષોલ્લાસ સાથે પ્રસંગો ઉજવે છે. શુક્રવારે વધુ એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ગામના પ્રસિદ્ધ શ્રી વારંદા વિર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન માસમાં રોઝા ખોલાવવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. ગામના મુસ્લિમ બિરાદરો અને હિંદુઓ એક સાથે ઉપસ્થિત રહી ગામના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. ડાલવાણા ગામમાં શુક્રવારે મુસ્લિમ બિરાદરો મંદિર પરિસરમાં જ નમાઝ અદા કરી બાદમાં રોજા ખોલ્યા હતા. જેમાં તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here