પેરિસ,તા.૨૦
કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના ૧૬ પ્રાંતમાં એક મહિના માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવારે રાત્રિથી ચાર સપ્તાહ સુધી લાગશે પરંતુ રાહતની વાત એ છે કે અહીં ગત વર્ષની તુલનામાં લોકડાઉનમાં પ્રતિબંધો ઓછા લગાવવામાં આવ્યા છે.
આ લોકડાઉન દરમિયાન શાળા અને યૂનિવર્સિટીઓ ખુલી રહેશે. તેમજ આવશ્યક સેવાઓ પણ શરૂ રહેશે અને બુક સ્ટોર અને મ્યૂઝિક સ્ટોર ખુલ્લા રહેશે. નવી ગાઈડલાઈન પ્રમાણે લોકોને વર્કફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર અપ્રૂવલ સર્ટિફિકેટ્‌સ હશે તો જ બહાર જવાની મંજુરી આપવામાં આવશે અને મંજુરીવાળા લોકો પણ પોતાના ઘરથી ૧૦ કિમીથી વધારે દૂર જઈ શકશે નહી. નવા દિશાનિર્દેશો લાગૂ થવા પર નાઈટ કરફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. અપ્રુવલ સર્ટિફિકેટ દ્વારા લોકો ઘરની બહાર જઈ શકશે વડાપ્રધાન કૈસ્ટક્સે કહ્યું કે, આ સર્ટિફિકેટ લોકોને બહાર રહેવાની મંજુરી આપવા માટે છે પરંતુ મિત્રોના ઘરે જવા માટે નથી, ના પાર્ટી માટે, સોશિયલ ડિસ્ટન્સિંગ કે ફેસ માસ્ક વિના અનેક લોકોને મળવા માટે છે. જાેન્સ હોપકિન્સ યૂનિવર્સિટી પ્રમાણે ફ્રાંસમાં અત્યાર સુધી કુલ ૪૨,૪૧,૯૫૯ કેસો સામે આવ્યા છે જ્યારે ૯૧,૮૩૩ દર્દીઓના મોત થઈ ચુક્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here