Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

ફોલો કરો આ 4 ટિપ્સ, માત્ર ૨ જ દિવસમાં છૂટી જશે તમારા બાળકની સ્માર્ટફોન જોવાની લત

દરેક પેરેન્ટ્સે સ્માર્ટફોનની લત બાળકોને છોડાવી જ જોઇએ નહિં તો તમે આગળ જતા મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તો જાણી લો તમે પણ આ સરળ ટિપ્સ વિશે..

કોરોનાને કારણે બાળકો સ્કૂલમાં જઇ શક્યા નથી જેના કારણે ઓનલાઇન ઘરે ભણવું પડ્યુ. જો કે આ ઓનલાઇનમાં અનેક બાળકોને સ્માર્ટફોનની આદત વધારે પડતી ગઇ છે. જો કે આ સ્માર્ટફોન બાળકોને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આમ, જો તમારા બાળકને સ્માર્ટફોનની આદત વધારે પડી હોય તો તમારે આ આદતમાંથી બહાર લાવવું ખૂબ જ જરૂરી છે.

એક અહેવાલ મુજબ 8 થી 18 વર્ષના લગભગ 20 ટકાથી પણ વધારે બાળકો અતિશય સ્માર્ટફોનનો યુઝ કરી રહ્યા છે. સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે અનિદ્રા, થાક લાગવો, સ્ટ્રેસ જેવા અનેક રોગોનો શિકાર જલદી બની જાય છે. તો આ ટિપ્સ ફોલો કરીને તમે પણ તમારા બાળકને સ્માર્ટફોનની લત જલદી છોડાવી શકો છો.

બાળકોના દોસ્ત બનીને રહો

બાળકોની જીંદગીમાં સૌથી જરૂરી એમના માતા-પિતા હોય છે. આ પરિસ્થિતિમાં તમે બાળકોના મિત્રો બનીને રહો. તમે એને કોઇ પણ શરત વગર પ્રેમ કરો. તમે બાળકને એ વાતનો અહેસાસ અપાવો કે સ્માર્ટફોન તમારા માટે કેટલો ખરાબ છે.

આગળ વધવા માટે પ્રેરિત કરો

અનેક પેરેન્ટ્સ બાળકને વાતવાતમાં ટોકતા હોય છે જેના કારણે બાળક આગળ વધી શકતુ નથી અને ત્યાંથી પાછળ પડે છે. આ માટે હંમેશા તમે તમારા બાળકોને આગળ વધવા માટે પ્રેરિત કરો.

આત્મવિશ્વાસ વધારો

સ્માર્ટફોનની લત તમે કોઇ પણ ગુસ્સો કર્યા વગર છોડાવો અને સાથે તમે એમનો આત્મવિશ્વાસ વધારો. આ સાથે જ બાળકોને એવા ઉદાહરણ આપો જેના કારણે આપોઆપ જ એ સ્માર્ટફોનની લત છોડી દે.

બહાર ફરવા લઇ જાવો

તમે દરરોજ તમારા બાળકને તમારા ઘરની બહાર ફરવા લઇ જાવો. આ માટે જરૂરી નથી કે તમે ક્યાંક દૂર જ લઇ જાવો. આ માટે તમે તમારી સોસાયટીમાં પણ રાઉન્ડ લગાવી શકો છો. તમે બાળકને બહાર ફરવા લઇ જશો તો આપોઆપ જ ફોનની આદત છૂટી જશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *