શાંતિનો સંદેશ આપતા નાનાએ કહ્યું કે- ‘આપણો આ દેશ હિન્દુ અને મુસ્લિમ બંનેનો દેશ છે

મુંબઈ,તા.૧૯

નાના પાટેકર એક ઈવેન્ટ પર હતા, જે બાદ પત્રકારોએ તેમને આ મામલે સવાલ કર્યો તો તેમણે જવાબમાં આ વાત કહી. શાંતિનો સંદેશ આપતા નાનાએ કહ્યું કે- ‘આપણો આ દેશ હિન્દુ અને મુસ્લિમ બંનેનો દેશ છે. આ બંને માટે એક સાથે હોવું જરૂરી છે. તેઓએ એકસાથે વળગી રહેવું જાેઈએ. તેમની વચ્ચે આ પ્રકારનું વિભાજન યોગ્ય નથી. આ દરમિયાન નાના પાટેકરે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જાે કે તેમણે આ ફિલ્મ હજુ સુધી જાેઈ નથી, પરંતુ તેઓ આ મામલે વધુ કહેવા માંગતા નથી. નાનાએ કહ્યું કે ફિલ્મોને લઈને આવો વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. આ ફિલ્મ ૧૯૯૦ની ઘટના પર આધારિત છે જેણે આખા દેશને હચમચાવી દીધો હતો. કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના હિજરતના મુદ્દે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ચાહકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

૧૧ માર્ચે રિલીઝ થયેલી, કાશ્મીર ફાઇલ્સ ૧૯૯૦માં કાશ્મીર બળવા દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરતની દર્દનાક વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જાેશી જેવા ઘણા કલાકારો સામેલ છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્‌વીટ કરીને માહિતી આપી છે કે આ ફિલ્મે વિશ્વભરમાં ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થઈ ત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં હવે બોલિવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરે વિવાદ પર ધ કાશ્મીર ફાઇલ્સને લઈ કહ્યું છે કે બિનજરૂરી વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. અભિનેતાએ કહ્યું છે કે ભારત હિન્દુ અને મુસ્લિમ બંનેનો દેશ છે અને સમાજમાં વિભાજન અને ભેદભાવ યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here