પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવકને ખભા પર બેસાડી યુવતીને પરેડ કરાવી, કપડાં ફાડી નાખ્યાં

0

દાહોદ,
દાહોદ જિલ્લાના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો છે. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકોએ એકઠા થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા ન હતા. આ દરમિયાન નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં ફાડી નાખ્યા હતા. આવી હરકત બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. જાેકે, નરાધમોએ એ કપડાં પણ ખેંચી લીધા હતા. આ દરમિયાન યુવતીને માર પણ મારવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે દાહોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે યુવતી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયો મામલે પોલીસે ૧૯ લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી છ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના મામલે તેની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ધ્રુણા જન્માવે તેવો છે.

સામે આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે કેટલાક યુવકો ગામની યુવતી પર અત્યાચાર કરી રહ્યા છે. આ દરમિયાન એક યુવક યુવતીના ખભા પર બેસી જાય છે. યુવતીને આવી જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. યુવકનો ભાર સહન ન કરી શકતા યુવતી અનેક વખત નીચે બેસી જાય છે. જાેકે, નરાધમો તેણીને ફરીથી ઊભા થઈને પરેડ કરવાની ફરજ પાડે છે. વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે એક યુવક બળજબરીથી યુવતીના કમરથી નીચેના કપડાં ફાડી નાખે છે. જે બાદમાં યુવતી ર્નિવસ્ત્ર હાલતમાં શરીર ઢાંકવા માટે દોડા દોડી કરે છે. આ દરમિયાન બે-ત્રણ મહિલા યુવતીને શરીર ઢાંકવા માટે દુપટ્ટો આપે છે. જાેકે, નરાધમો આ દુપટ્ટો પણ ખેંચી કાઢે છે.

લોકોને આક્ષેપ છે કે યુવતીને કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. આ ઉપરાંત યુવતી આ યુવક સાથે ભાગી ગઈ હતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારમાં જ્યારે કોઈ યુવતી પ્રેમી સાથે ભાગી જાય છે ત્યારે તેને ગામના લોકો જ સજા આપતા હોય છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. પ્રેમ કરવાની તાલિબાની સજા મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here