પ્રેમી પંખીડા લગ્ન કરવાને ઈરાદે ભાગી જતા પ્રેમીના પિતાને મોત મળ્યું

0

લીમખેડા પંથકમાં દુખદ ઘટના પુત્ર પ્રેમમાં પિતાને મળ્યું મોત

મૃતક સુક્રમભાઇના પૂત્ર નરેશ નીનામાની ફરિયાદના આધારે લીમખેડા પોલીસે સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિત છ લોકો સામે અપહરણ અને હત્યા સબંધિ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

લીમખેડા તાલુકાના પ્રેમી પંખીડા લગ્ન કરવાને ઈરાદે ભાગી જતા પ્રેમીના પિતાને મોત મળ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાનાં પરમારના ખાખરીયા ગામનો યુવક નામે પંકેશ નીનામા પોતાના નજીકના ખીરખાઈ ગામની રયલાભાઇ ડામોરની દિકરી પાયલને પત્ની તરીકે રાખવાના ઇરાદે લઇને ફરાર થઇ ગયો હતો. તેની અદાવતમાં પોતાની દીકરીને લઈને ફરાર થયેલ પ્રેમીના પિતાનું પોતાની દીકરી પાછી સોપવાની અદાવતે ખીરખાઈનાં છોકરી પક્ષના લોકો અપહરણ કરી ગયા હતા તથા પોતાની દીકરીના પ્રેમીના પિતાને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે સુક્રમભાઇને ગંભીર ઈજા પહોચતા સુક્રમભાઇનું ઘટના સ્થળે મોત નીપજતા મૃતક સુક્રમભાઇની મૃતદેહને ગામની સીમમાં ફેંકી દઈને ફરાર થઇ ગયા હતા.

આ ઘાતકી કૃત્યમાં ખીરખાઇ ગામના સરપંચ, ચૈડિયા બેઠકની જિલ્લા પંચાયતની ભાજપી સભ્ય પત્ની સહિત છ લોકોની સંડોવણી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લીમખેડા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઘટનામાં લીમખેડાના મોટા  રાજકીય વ્યક્તિઓની સંડોવણીથી વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here