ઘટના અંગે રાત્રે યુવતીએ આબિદ વિરુધ્ધ આઈપીસી 354 (ડી) (1) અને 506 હેઠળ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભુજ,

ભુજમાં પૂર્વ પ્રેમિકાનો સતત પીછો કરી પ્રેમસંબંધ ચાલું રાખવા ઈમોશનલ બ્લેકમેઈલ કરતાં પૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળીને યુવતીએ ફિનાઈલ પીધું હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘટના અંગે યુવતીએ પૂર્વ પ્રેમી વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

૨૨ વર્ષિય યુવતી એક વર્ષ અગાઉ ભુજની બાવાગોર દરગાહ પાછળ રહેતાં આબિદ સીદી જોડે પરિચયમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, બંનેના ધર્મ જુદાં જુદાં હોઈ સામાજિક રીતે લગ્ન શક્ય ના હોઈ યુવતીએ સંબંધને આગળ ના વધારવા નિર્ણય કરી આબિદ જોડે બોલવાનું બંધ કરી દીધું હતું. છતાં આબિદ સતત તેનો પીછો કર્યા કરી તેને સંબંધ ચાલું રાખવા દબાણ કરતો હતો. આબિદના ત્રાસથી કંટાળીને યુવતીએ તેના સ્વજનોને બધી વાત જણાવી હતી. એટલું જ નહીં, આબિદથી પીછો છોડાવવા યુવતી પંદરેક દિવસથી ભુજમાં રહેતાં કાકાના ઘેર રહેવા આવી ગઈ હતી. ગઈકાલે સવારે યુવતી વેફર ખરીદીને કાકાના તરફ જતી હતી ત્યારે એકાએક આબિદ દ્વિચક્રી વાહન લઈને પાછળથી ત્યાં આવી ચડ્યો હતો. તેણે યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ ચાલું ના રાખે તો પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેશે તેમ જણાવી તારું નામ લખતો જઈશ તેવી ધમકી આપી હતી. આબિદની ધમકીથી યુવતી ગભરાઈ ગઈ હતી. કાકાના ઘેર આવીને તેણે ફિનાઈલનો ઘૂંટડો પી લીધો હતો. તબિયત લથડતાં પરિવારજનો તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here