પ્રિયંકા ચોપડાને ‘માં કાલી’નું પ્રિન્ટ વાળું જેકેટ પહેરવું પડ્યું ભારે

0


મુંબઈ
બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પોતાની સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. ગ્લોબલ અભિનેત્રી બન્યા પછી પણ, કેટલાક દેશી ટચ ચોક્કસપણે તેનામાં જાેવા મળે છે. જ્યારે હવે પ્રિયંકાની પતિ નિક સાથેની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેત્રી હિન્દુ દેવી “કાલી મા”ની પ્રિન્ટ સાથે જેકેટ પહેરેલું જાેવા મળી રહ્યું છે. આ તસવીર જાેતા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તસવીરની વાત કરીએ તો તેમાં નિક પ્રિયંકાની પીઠ જાેવા મળી રહી છે. કપલે એક બીજાનો હાથ પકડ્યો છે. પ્રિયંકા રેડ કલરના ફ્લોરલ આઉટફિટમાં જાેવા મળી રહી છે, જેમાં “માતા કાલી”ની તસવીર જાેવા મળી રહી છે.
તે રેડ આઉટફિટ સાથે સ્ટોકિંગ અને પમ્પ હીલ્સ કૈરી કર્યા છે.. કેટલાક ફેન્સ આ ડ્રેસ-અપની પ્રશંસા કરી રહ્યાં છે, જ્યારે ઘણા તેમને દેવી મહાકાળીની પ્રિન્ટ વાળો ડ્રેસ પહેરવા માટે ટ્રોલ કરી રહ્યા છે.
એક યૂઝર્સે કોમેન્ટ કરીને લખ્યું, “દેવી ફેશન માટે નથી”. બીજાએ લખ્યું, “ધર્મનું અપમાન ન કરો”.
અન્ય લોકોએ કહ્યું, “ભગવાનના વસ્ત્રો તમારા શરીર ઉપર ન પહેરશો, કારણ કે ભગવાન પવિત્ર અને પારિવારિક સંસ્કારમાં છે, તમે કંઈક વિચારો છો”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here