મુંબઈ,

રાજ કુન્દ્રા હવે છેતરપિંડીના એક કેસમાં ફસાયો છે અને શિલ્પા શેટ્ટી પર પણ આ કેસમાં આરોપો મુકાયા છે. મુંબઈની પોલીસે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે કેસ દાખલ કર્યો છે. નિતિન બરઈ નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે અને સ્ટાર કપલ પર ૧.૫૧ કરોડની છેતરપિંડીનો આરોપ મુક્યો છે.

નિતિનનુ કહેવુ છે કે, એક ફિટનેસ કંપનીના માધ્યમથી ૨૦૧૪-૧૫માં મારી સાથે ૧.૫૧ કરોડ રુપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. શિલ્પા અને રાજ કુન્દ્રાએ દેશભરના રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. મેં જ્યારે મારા ૧.૫૧ કરોડ રુપિયા પાછા માંગ્યા ત્યારે શિલ્પા અને રાજ કુન્દ્રાએ મને ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પોર્ન ફિલ્મોના આરોપસર જેલમાં ધકેલાયેલા રાજ કુન્દ્રાને ૨૧ સપ્ટેમ્બરે જ જામીન મળ્યા છે. પોર્ન ફિલ્મોના કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ખતમ થવાનુ નામ નથી લઈ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here