પોર્નોગ્રાફી કેસમાં ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીની ૬ કલાક પૂછપરછ કરી

0

બહેન શમિતા શેટ્ટીએ શિલ્પાને સપોર્ટ કર્યો, લખી ખાસ વાત

મુંબઈ,
રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ૧૯ જુલાઈથી જેલમાં બંધ છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે શિલ્પા-રાજના ઘરે દરોડા પાડ્યા હતા અને શિલ્પાની ઘરમાં જ પૂછપરછ કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ ઘણી જ આઘાતમાં અને બીજી તરફ તેની ફિલ્મ ‘હંગામા ૨’ રિલીઝ થઈ છે. ૧૪ વર્ષ પછી શિલ્પા શેટ્ટીએ આ ફિલ્મથી ઓટીટી પ્લેટફોર્મ પર કમબેક કર્યું છે. પતિના પોર્નોગ્રાફી કેસની અસર તેની ફિલ્મ રિલીઝને ના થાય તે માટે શિલ્પાએ સો.મીડિયા પર પોસ્ટ કરી હતી. શિલ્પા પછી તેની બહેન શમિતા શેટ્ટીએ પણ બહેન શિલ્પાને સપોર્ટ કર્યો છે. તેણે દર્શકોને ફિલ્મ જાેવા રિક્વેસ્ટ કરી છે.

શમિતા શેટ્ટીએ ફિલ્મનું પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘૧૪ વર્ષ પછી તારી ફિલ્મ ‘હંગામા ૨’ રિલીઝ થઈ, તે માટે ઓલ ધ બેસ્ટ માય ડાર્લિંગ મુનકી. મને ખબર છે તે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આખી ટીમે ખૂબ મહેનત કરી છે. હું હંમેશાં તારી પડખે ઊભી છું. તારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ પણ આવ્યા છે. મને ખબર છે તું બહુ સ્ટ્રોંગ છે. આ સમય પણ વીતી જશે. ‘હંગામા ૨’ની આખી ટીમને ઓલ ધ બેસ્ટ. આજે હું તમને દરેકને ફેમિલી સાથે બેસીને આ કોમેડી ફિલ્મ હંગામા ૨ જાેવા માટે રિક્વેસ્ટ કરું છું. આ ફિલ્મ જાેઈને તમારા ચહેરા પર સ્માઈલ આવશે.’

શમિતા પહેલાં શિલ્પા શેટ્ટીએ પણ પોસ્ટ કરી દર્શકોને તેની ફિલ્મ જાેવા રિક્વેસ્ટ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, ‘હું યોગની પ્રેક્ટિસ કરું છું અને તેમાં માનું છું. જીવન વર્તમાન ક્ષણમાં જ છે. ‘હંગામા ૨’ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને સારી બનાવવા માટે આખી ટીમે મહેનત કરી છે. ફિલ્મ પર કોઈ અસર ના થવી જાેઈએ. હું તમને બધાને તમારી ફેમિલી સાથે આ ફિલ્મ જોવા માટે વિનંતી કરું છું. થેંક યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here