પોતાની ચાર પેઢીઓ જાેનાર ૧૦૪ વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો

0

મોરબી
કોરોના મહામારી દરમિયાન તમામ લોકોએ મનથી મક્કમ રહેવું ખુબ જ જરૂરી છે અને માનસિક તણાવ જેવી સ્થિતિથી દૂર રહેવું પડે છે. અડગ મનોબળ ધરાવતા લોકો ચોક્કસ કોરોના મહામારીને હરાવે છે. મોરબીના ૧૦૪ વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવી દીધો છે.
મૂળ માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ ઉપર તિરુપતિ સોસાયટી પાસે આવેલ ક્રિષ્ના પેલેસ-૧૦૩માં રહેતા છબીબેન નરસીભાઈ ધાનજા નામના વૃદ્ધા ૧૦૪ વર્ષની ઉંમરે પણ આરોગ્યની યોગ્ય કાળજી લઈને શરીરે એકદમ ચુસ્ત છે. આટલી ઉંમરે તો કોઈ ભાગ્યે જ જીવી શકે છે. ત્યારે આ વૃદ્ધા જીવનના ૧૦૦ વર્ષ પુરા કર્યા બાદ પણ સ્વસ્થ રહીને પોતાની ચાર પેઢી સાથે હસીખુશીથી સુખી જીવન જીવે છે. તેઓ શરીરે એકદમ કડેધડે છે. દરમિયાન ૧૫ દિવસ પહેલા વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા હતા. પણ તેઓ અડગ મનોબળ ધરાવતા હોવાથી કોરોનાના હાઉને જરાય મનમાં હાવી થવા દીધો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here