બાળકીએ હિંમત ભેગી કરીને એક પત્ર લખીને તેની પાડોશી મહિલાને આપ્યો અને કોઈક રીતે આ પત્ર સામાજિક કાર્યકર સુધી પહોંચ્યો હતો. આ પછી માહિતી પોલીસ સુધી પહોંચી હતી.

આરોપી પિતા અકુદરતી સેક્સ પણ કરતો હતો.

પંજાબ,

એક પિતા પોતાની ૧૧ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી એક વર્ષ સુધી દુષ્કર્મ કરતો રહ્યો. તે એક વર્ષ સુધી આ ઘટનાને અંજામ આપતો રહ્યો. નવાઈની વાત એ છે કે, બાળકીની માતા અને નાનીને આ બધી જ વાતની ખબર હતી પરંતુ તેમણે આરોપીના ડરથી કોઈને કંઈ કહ્યું ન હતું. બાળકીએ હિંમત ભેગી કરીને એક પત્ર લખીને તેની પાડોશી મહિલાને આપ્યો અને કોઈક રીતે આ પત્ર સામાજિક કાર્યકર સુધી પહોંચ્યો હતો. આ પછી માહિતી પોલીસ સુધી પહોંચી હતી. આ પછી પોલીસે બાળકીના પિતા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મામલો પંજાબના લુધિયાણાનો છે. ફરિયાદી સામાજિક કાર્યકર મનદીપ કૌરે માહિતી આપી હતી કે, એક મહિલાએ તેને કહ્યું કે, એક પિતા પોતાની ૧૧ વર્ષની દીકરી સાથે ગંદા કામો કરે છે. આ પછી તેણે સરભા નગર પોલીસ સ્ટેશનને આખી વાત જણાવી હતી. આ પછી તે પોલીસની સાથે તેમના ઘરે પહોંચી અને તે બાળકી સાથે વાત કરી હતી. ત્યારે બાળકીએ આખી વાત જણાવી હતી કે, કેવી રીતે તેના પિતા છેલ્લા એક વર્ષથી તેની સાથે દુષ્કર્મ કરી રહ્યા હતા.

આરોપી પિતા અકુદરતી સેક્સ પણ કરતો હતો. માહિતી પ્રમાણે આરોપી સફાઈ કામદાર છે અને તેને ત્રણ બાળકો છે. તેને બે પુત્રી અને એક પુત્ર છે. તેની પત્ની અને નાની પણ ઘરમાં રહે છે. બાળકીએ એક પત્ર લખીને પોતાની દુઃખભરી કહાની સંભળાવી હતી. તેના પિતા મોઢામાં કપડું ભરીને તેની સાથે કેવી રીતે ગંદુ કામ કરતા હતા. પત્રમાં તેણે કહ્યું છે કે, તેના પિતા અને માતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલમાં મોકલવામાં આવે. તેણે લખ્યું કે, પોતે ઘરે રહેવા માંગતી નથી તે અનાથાશ્રમમાં રહેવા માંગે છે. બાળકીએ લખ્યું છે કે, તેને ન્યાય જાેઈએ છે.

આ મામલામાં સરાભા નગર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અર્જિન્દર સિંહે કહ્યું કે, પોલીસને માહિતી મળતા જ તેમણે તરત જ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી લીધી હતી. હવે કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવશે. પીડિત બાળકીનું મેડિકલ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here