પાડોશીએ પુત્રને રમાડવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

0

રાજકોટ,

રાજકોટની પરિણીતાના લગ્ન ૨૦૧૬માં સમાજના રીત રિવાજ મુજબ થયા હતા અને અમારે હાલ સંતાનમાં હાલ ત્રણ વર્ષનો એક દિકરો છે. આશરે એકાદ વર્ષ પહેલા હુ અમારા પડોશમાં રહેતા રાજેશકુમાર પ્રવીણભાઇ જાેટાણીયા સાથે ઓળખાણમાં આવી હતી અને તે અમારા પાડોશી હતા. તેઓ ૨૦૧૯માં આર્મીમાંથી નિવૃત થયેલ હતા અને અમારા પાડોશી હોવાથી તેઓ અવાર નવાર અમારા ઘરે આવતા હતા અને અમારા દિકરા સાથે રમતા હતા.

આજથી આશરે આઠેક મહિના પહેલા આ રાજેશકુમાર અમારા ઘરે આવ્યા અને હુ તથા મારો દિકરો ઘરે હતા અને તેઓ મારા દિકરાને રમાડવા લાગ્યા અને હુ બાજુમાં બેઠી હતી. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, ત્યારબાદ આ રાજેશકુમાર મારા શરીરે અડપલા કરવા લાગ્યા જેથી મેં તેમને ના પાડવા છતા મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યા હતા અને જબરદસ્તી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. રાજેશકુમારે મને ધમકી આપતા કે આ વાત કોઇને કહેતી નહી નહીતર હુ તને સમાજમાં બદનામ કરી નાખીશ. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, સમાજમા આબરૂના બીકે મે કોઇને વાત કરી નહી ત્યાર બાદ તેઓ અવાર નવાર અમારા ઘરે આવતો હતો અને ધમકી આપી મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો અને આ રાજેશ ઘણી વાર તેના ઘરે કોઇ ન હોય ત્યારે મને બોલાવતો હતો અને મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો. જેથી આ વાતથી અને રાજેશના વર્તનથી કંટાળી મે મારા મમ્મીને વાત કરતા તેમણે મને હિંમત આપી અને મારા પતિને આ વાત કહ્યા બાદ અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હાલ તાલુકા પોલીસે ફરિયાદના આધારે નિવૃત આર્મીમેન આરોપીની ધરપકડ કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. રાજકોટમાં વધતી જતી ગુનાખોરીને પગલે આજે વધુ બે બળાત્કારની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે જેમાં મવડી ગુરૂકુળ રોડ પર સ્વામીનારાયણ પાર્કમાં નિવૃત્ત ફૌજીએ પુત્રને રમાડવાના બહાને ઘરમાં જઇ પાડોશી મહીલા પર બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે નિવૃત આર્મીમેન આરોપીની ધરપકડ કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here