પાંચથી વધારે બાળકો પેદા કરનાર ખ્રિસ્તી પરિવારોને દર મહિને ૧૫૦૦ની સહાય અપાશે

0

પ્રતિકાત્મક તશવીર

કેરળમાં સિરો-માલાબાર કેથોલિક ચર્ચની જાહેરાત

તિરુવનંતપુરમ્‌,
દેશભરમાં વધી રહેલી વસ્તીને કાબૂમાં લેવાની ચર્ચા વચ્ચે કેરળમાં એક અલગ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. કેરળના એક ચર્ચે ૫ થી વધુ બાળકો ધરાવતા ખ્રિસ્તી પરિવારોને આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ અંતર્ગત આવા પરિવારોને મહિને રૂ .૧૫૦૦ ની સહાય આપવાનું વચન આપવામાં આવ્યું છે. જાે કે, આ સુવિધા ફક્ત ૨૦૦૦ પછી લગ્ન કરેલા અને પાંચ સંતાન હોવાના દંપતીઓને જ ઉપલબ્ધ રહેશે.

અહેવાલ મુજબ, કેરળના સિરો-મલબાર કેથોલિક ચર્ચના એક પંથકે પાંચ કે તેથી વધુ બાળકોવાળા પરિવારોને સહાય આપવા કલ્યાણ યોજનાની જાહેરાત કરી છે. આ પગલું સમુદાયને તેમની સંખ્યા વધારવા માટે પ્રોત્સાહિત કરતી જાેવા મળી રહી છે. આ અંતર્ગત, સેન્ટ જાેસેફ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, પાલામાં અભ્યાસ કરવા માટે પરિવારમાં ચોથા અને પછીના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. પાલાની માર્‌ સ્લિવા મેડિસિટી હોસ્પિટલમાં તેમના ચોથા અને ત્યારબાદના બાળકોને જન્મ આપતી સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચનો સમાવેશ કરવામાં આવશે.

આ યોજનાની ઘોષણા બિશપ જાેસેફ કલ્લારંગત વતી ચર્ચના ‘યર ઓફ ધ ફેમિલી’ સમારોહમાં મીટિંગમાં કરવામાં આવી હતી. મધ્ય કેરળમાં પાલાના સિરો-માલાબાર સત્રનો વડા છે. જાેસેફ કુટિયાંકલે કહ્યું કે આ યોજના સિરો-મલાબાર ચર્ચના પાલા ડાયોસિઝથી સંબંધિત લોકો માટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here