પદ્મ એવોર્ડ માટે જમીન પર કામ કરનારાઓના નામ મોકલો : મોદી

0

ન્યુ દિલ્હી,
પીએમ મોદીએ પદ્મ એવોર્ડ માટે ભારતના લોકોને અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે, એવા લોકોને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરો જે ખરેખર અસાધારણ કામ કરી રહ્યા હોય. આ માટે પીએમ મોદીએ એક ટિ્‌વટ કર્યુ હતુ કે, ભારતમાં ગ્રાઉન્ડ લેવલે બહુ સારુ કામ કરનારા લોકો છે પણ તેમના માટે બહુ ઓછા લોકોને ખબર છે.
પીએમ મોદીએ સાથે સાથે પદ્મ એવોર્ડ માટેની વેબસાઈટની લિન્ક પણ શેર કરતા કહ્યુ હતુ કે, આવા લોકો અંગે આપણને વધારે જાણવા મળતુ નથી પણ તમે જાે આવા લોકોને અને તેમના સમાજ માટેના કામને જાણતા હોય તો તમે તેમને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકો છો. આ માટે ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમય રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પદ્મ પુરસ્કારના ભાગરુપે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવે છે. જે દેશનુ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. મોદી સરકાર સત્તા પર આવી તે પછી સમાજમાં સારુ કામ કરતા પણ ગૂમનામ રહેતા લોકોને આ પુરસ્કાર મળે તે માટે લોકો પાસેથી નોમિનેશન મેળવવાનુ શરુ કરાયુ છે. જેના આધારે જ આ એવોર્ડ મેળવનારાઓના નામની જાહેરાત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here