(અબરર અલ્વી)
અમદાવાદ,
“સફીર’ ન્યૂઝ દ્વારા ઈશુ દાન ગઢવી અંગે સમાચાર આપવામાં આવ્યાં હતાં કે પત્રકાર ઈશુ દાન ગઢવી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે જે સચોટ પુરવાર થયા છે. ઈશુ દાન ગઢવી 14મી જૂનના રોજ વિધિવત રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આપ પાર્ટીમાં જોડાશે. અરવિંદ કેજરીવાલ 14મી જૂને એક દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઈશુ દાન ગઢવી આપમાં જોડાશે.
અરવિંદ કેજરીવાલની એક દિવસની ગુજરાતની મુલાકાત 2022ની ગુજરાત વિધાન સભાની તૈયારીઓનો એક ભાગ છે જેના પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન અમદાવાદ ખાતે બનેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનો ઉદ્ઘાટન કરશે ત્યારબાદ
ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો આપ માં જોડાશે.
સાંજે કેજરીવાલ દિલ્હી પરત ફરશે.