પાલનપુર,તા.૧૧
બનાસકાઠાના પાલનપુરના ધાણધા ગામે આ ઘટના બની છે. જેમાં ગઈ કાલે શુક્રવારે અમીરગઢના થળા ગામની પરિણીતા રિસાઈને પુત્રી સાથે બહેનના ઘરે જતી રહી હતી અને સાસરીમાં પાછી ફરતી નહોતી, ત્યારે પિતાએ આવેશમાં આવી જઈને ૧૨ માસની પુત્રીને કુવામા ફેંકી દીધી હતી. સાળીના ઘરે પહોંચેલો પતિ મારી દીકરી આપી દે કહી પુત્રીને લઈ નીકળ્યો હતો અને રસ્તામાં નજીકના કુવામાં જ ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી.

કૂવામાં ફેંકેલી ૧૨ માસની પુત્રીને લોકોની મદદથી બચાવી લેવાઈ હતી, ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘટનાની જાણ થતાં બાળકીની માતા અને તેના બહેન બનેવી સહિતના આવી પહોંચ્યા હતા. ઘટનાને પગલે પુત્રીની માતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે તેના પતિ રમેશ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પુત્રીની માતાની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં કળિયુગી પિતાની કાળી કરતૂત સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરના ધાણધા ગામે પત્ની રિસાઈને જતી રહેતા પિતાએ પોતાના પરથી કાબૂ ગુમાવીને પુત્રીને કુવામાં ફેંકી દીધી હતી. જાેકે સદનસીબે ૧૨ માસની બાળકીને બચાવી લેવાઈ છે, ત્યારબાદ પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. ઘટનાને પગલે પુત્રીની માતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે પુત્રીની માતાની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here