પ્રતિકાત્મક ફોટો

બિહાર,

પતિ તેની પત્નીની હત્યાના આરોપમાં જેલમાં છે, પરંતુ તેની પત્ની જીવિત છે. આ ઘટના બિહારના મોતિહારીથી સામે આવી છે. જે મહિલાના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો, તે પંજાબના જાલંધરમાં મળી આવી હતી. આ ઘટના મોતિહારીના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીપુરની છે, જ્યાં ૬ વર્ષ પહેલા એક છોકરી શાંતિના લગ્ન કેસરિયાના દિનેશ રામ સાથે થયા હતા. લગ્ન બાદ ૬ વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું હતું. એક દિવસ અચાનક શાંતિ ગાયબ થઈ ગઈ અને શાંતિના પરિવારજનોએ કેસરિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી કે, છોકરાના પરિવારના સભ્યોએ દહેજ માટે હત્યા કરીને લાશ ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાના પરિવારજનોએ કાયદાનો ઉગ્ર ઉપયોગ કર્યો અને તેમના જમાઈ દિનેશ રામને હત્યારો ગણાવ્યો હતો. કેસ દહેજ માટે હત્યાનો હતો, જેથી કેસરિયા પોલીસ સ્ટેશને પણ પત્નીની હત્યાના ગુનામાં આરોપી દિનેશ રામને જેલ હવાલે કર્યો હતો.

દિનેશ મોતિહારી સેન્ટ્રલ જેલમાં બંધ છે અને જેલના સળિયા પાછળ ગુનેગારોની વચ્ચે રહે છે, પરંતુ જેમ દર વખતે ગુનેગાર તેના ગુનાના કોઈને કોઈ પુરાવા પાછળ છોડી જાય છે, તેમ આ કિસ્સામાં પણ આવું બન્યું છે. તેના પિતાના પ્લાનિંગ મુજબ યુવતી જલંધર ભાગી ગઈ હતી, પરંતુ તે દરરોજ તેના માતા-પિતા સાથે ફોન પર વાત કરતી હતી. યુવતી તેના સાસરે રહેવા દરમિયાન પણ જલંધરમાં કોઈની સાથે વાત કરતી હતી. ત્યારે મોતિહારીના એસપીને સમાચાર મળ્યા કે, જે છોકરીનો પતિ હત્યાના આરોપમાં જેલમાં બંધ છે તે જીવિત છે. જે બાદ એસપીએ કેસરિયા પોલીસ સ્ટેશનના એસએચઓને આદેશ જાહેર કર્યો કે, તે ષડયંત્રકારી છોકરીને તાત્કાલિક રિકવર કરે. આ પછી પોલીસે યુવતીના નંબરને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું, જે બાદ યુવતી જલંધર શહેરમાંથી મળી આવી હતી. હાલ મોતીહારી પોલીસ નિર્દોષ પતિને છોડાવવા અને તેની પત્નીના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે કવાયત હાથ ધરી છે. આ સાથે આ ષડયંત્રમાં કોણ કોણ સંડોવાયેલું છે, તેઓની ઓળખ કરીને સઘન તપાસ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here