પત્નીને તેના પિયર વાળા લોકો શ્રાદ્ધ માટે તેડી ગયા બાદ પાછા મૂકવા આવ્યા ન હતા અને તલાક માટેના કાગળિયા મોકલી દેતા યુવક પતિએ પોલિસ સ્ટેશને જઈ ઝેરી દવા ગટગટાવી

ગોંડલમાં પ્રેમ લગ્ન કરનાર પતિ પત્નીને પત્નીના પિયર વાળા ત્રાસ આપતા પતિએ પોલીસ સ્ટેશને જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરી છે. પત્નીને તેના પિયર વાળા લોકો શ્રાદ્ધ માટે તેડી ગયા બાદ પાછા મૂકવા આવ્યા ન હતા અને તલાક માટેના કાગળિયા મોકલી દેતા યુવક પતિએ પોલિસ સ્ટેશને જઈ ઝેરી દવા પીધી જેથી ત્યાં ઉપસ્થિત સ્ટાફે તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં.

મુળ બાબરાના ત્રંબોડા ગામનો અને છેલ્લા એક વર્ષથી ગોંડલના ગુંદાસરામાં રહેતા જગદીશભાઈ માધાભાઇ જાદવ ઉ.32 બપોરના સુમારે મહીલા પોલીસ સ્ટેશને ઘસી જઈ ઝેરી દવા પી લેતા ફરજ પરનો સ્ટાફ અવાચક બની ગયો હતો. બાદમા પીએસઆઇ કદાવાલાએ યુવાનને તુરંત સારવાર માટે ખસેડ્યો હતો. અલબત્ત પીએસઆઇ કદાવાલાએ કહ્યુ કે યુવાન બહારથી જ ઝેરી દવા પીને પોલીસ સ્ટેશને આવ્યો હતો. બનાવ અંગે યુવાનના ભાઇએ જણાવ્યુ કે, ત્રણ ભાઇઓના પરીવારમા જગદિશ નાનો છે. તેણે પાંચવડાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ પત્નિ એક વર્ષથી ગુંદાસરા રહેતા હતા. દરમ્યાન અઠવાડીયા પહેલા શ્રાધ હોય યુવતીના પિતા તેણીને ઘરે લઈ ગયા હતા. બાદમા જગદીશભાઈ ને પત્નિના છુટાછેડાના પેપસઁ મોકલાવ્યા હોય જગદીશભાઈ પરેશાન હતા. તેમનુ કહેવુ હતુ કે, તેની પત્નિના માવતરે બળજબરી પુર્વક છુટાછેડાના પેપરમા તેની પત્નિની સહી લેવરાવી છે. મારી નજર સામે મારી પત્નિ સહી કરે તો હુ છુટાછેડા માનુ.

દરમ્યાન ગઈ રાત્રે તેની પત્નિનો ફોન આવ્યો હતો અને મને અહી ત્રાસ આપતા હોઇ છોડાવી જવાનુ જણાવતા જગદીશભાઈ વિહવળ બન્યા હતા અને પત્નિને તેણીના માતાપિતા પાસેથી છોડાવવાની વાતને લઈને પોલીસ મથકમા ઝેર પીધુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here